અરવલ્લી જીલ્લાના સર્વોદયનગર (ડુંગરી) વિસ્તારમાં સયુક્ત પરિવાર માં રહેતા મોટા ભાઈ અને નાનાભાઈ વચ્ચે લાઇટનું મીટર કાઢી નાખવા બાબતે ઝગડો થતા નાના ભાઈ અને તેનું ઉપરાણુ લઇ માતા-પિતાએ તેમના મોટા પુત્રને બિભસ્ત ગાળો બોલી ગડદા-પાટુનો માર જાનથી મારી નાખવાની ધમકી આપતા પારિવારિક ઝગડો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોચતાં પોલીસે ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
ઈન્ડિયન એરફોર્સમાં સિવેલિયન તરીકે નોકરી કરતા સુનિલભાઈ લખાભાઈ રાઠોડ મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં તેમની પત્ની સોનલ બેન અને નાની પુત્રી સાથે સયુક્ત પરિવારમાં રહે છે તેમના પિતાના નામે ચાલતું વીજ મીટર તેમના ઘરની બાજુમાં લગાવેલ હતું આ વીજ મીટરમાંથી તેમના અને તેમના નાના ભાઈના ઘરે કનેક્શન આપેલ હતું અગમ્ય કારણોસર તેમની માતાએ મીટર નાના ભાઈના ઘરે લગાવી દેતાં ગરમીની સિઝનમાં લાઇટ વિહોણા બનતા સુનિલ ભાઈએ તેના નાના ભાઈની પત્ની મેઘાબેન જિજ્ઞેશભાઈ રાઠોડને મીટર કેમ કાઢી લીધું કહીં પૂછપરછ કરતા મીટર મારા સસરાના નામે હતું કહી ગાળો બોલવા લાગતા આ દરમિયાન તેમના પતિ જિજ્ઞેશ રાઠોડ તેમના પિતા લખાભાઈ રાઠોડ અને માતા ગીતાબેન રાઠોડ ઝગડો કરી બિભસ્ત ગાળો બોલી ગડદા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી
સોનલબેન સુનિલભાઈ રાઠોડે તેમના પતિને ગડદા -પાટુનો માર મારનાર અને બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર 1)લાખાભાઈ મોહનભાઈ રાઠોડ,2)ગીતાબેન લાખાભાઈ રાઠોડ , 3)જિજ્ઞેશ લાખાભાઈ રાઠોડ અને 4)મેઘાબેન જીજ્ઞેશ રાઠોડ સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવતા ટાઉન પોલીસે સોનલબેન રાઠોડના સાસુ-સસરા અને દેવર-દેરાણીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા