અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને લાખ્ખો રૂપિયા પરત અપાવવામાં સફળ રહી છે મોડાસાના યુવાન બિલ્ડર્સને તમારું વીજબીલ બાકી છે નહીં ભરતો વીજ કનેક્શન કાપવાની ધમકી આપી વોટ્સએપ પર લિંક મોકલી મોબાઇલ હેક કરી 3.93 લાખ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી સાયબર ફ્રોડ કરનાર ઉત્તરપ્રદેશના સંદીપ શ્રીવાસ્તવને હરિયાણાથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી જીલ્લા સાયબર ક્રાઇમ સેલના PI અમિત ચાવડા અને તેમની ટીમે મોડાસા શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા બિલ્ડર્સ ચિરાગભાઈ ઈશ્વરભાઈ પટેલે તેમનું લાઈટબીલ ઓનલાઈન ભર્યા બાદ તેમના મોબાઈલમાં તમારું લાઈટ બિલ બાકી છે અને નહીં ભરોતો પાવર કટ થઇ જશેનો મેસેજ આવતા તે નંબર પર કોલ કરતા સાયબર ગઠિયા સંદીપ પ્રેમનારાયણ શ્રીવાસ્તવે (રહે,શંભુનગર,શિકોહાબાદ-યુ.પી) બિલ ભરી દીધું હોય તો વોટ્સએપ પર લિંક મોકલી અપડેટ કરવાનું કહી મોબાઈલ હેક કરી 3.93 લાખ રૂપિયા બિલ્ડર્સના એચડીએફસી બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાંથી બિલ્ડકપ પાવર કોર્પ લી. નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા યુવક ચોંકી ઊઠ્યો હતો સાયબર ક્રાઇમ ટીમને જાણ કરતા ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી સાયબર ફ્રોડ કરનાર ગઠિયો સંદીપ શ્રીવાસ્તવ હોવાની જાણ થતાં સાયબર ટીમ ઉત્તરપ્રદેશમાં ઝડપી પાડવા ધામા નાખ્યા હતા સંદીપ શ્રીવાસ્તવ હરિયાણાના હિસાર જીલ્લામાં હોવાની જાણ થતાં તાબડતોડ હિસાર પહોંચી દબોચી લેતા સાયબર ગઠિયાના મોતિયા મરી ગયા હતા જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસે આઠ મહિના અગાઉ નોંધાયેલ સાયબર ક્રાઇમ ના ગુન્હાનો ભેદ ઉકેલી નાંખી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
વાંચો ઉત્તર પ્રદેશના સાયબર ગઠિયાએ મોડાસાના યુવા બિલ્ડર્સને વીજ બીલના નામે કંઈ રીતે ચૂનો લગાવ્યો હતો
મોડાસા શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કંસ્ટ્રક્શન વ્યવસાયી યુવકે ઓનલાઈન વીજ બિલ ભર્યા છતાં સાયબર ગઠિયાએ તમારું બિલ બાકી છે જણાવી વોટ્સપ પર લિંક મોકલી બિલ અપડેટ કરવાનું કહી ગણતરીની મિનિટ્સમાં યુવકના બેંક એકાઉન્ટ માંથી 3.83 લાખથી વધુ અને ક્રેડિટ કાર્ડમાંથી દસ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેકશન કરી પડાવી લેતા યુવક હોફાળો ફોફળો બન્યો હતો સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરતા મોડાસા ટાઉન પોલિસે સાયબર ગઠિયા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ ઈશ્વરભાઈ પટેલ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે તેમને તેમનું લાઈટબીલ ઓનલાઈન ભર્યું હતું તેમના મોબાઈલમાં તમારું લાઈટ બિલ બાકી છે અને નહીં ભરોતો પાવર કટ થઇ જશેનો મેસેજ આવતા ચોંકી ઉઠ્યા હતા યુવકે ટેક્ષ મેસેજ વાળા નંબર પર કોલ કરતા મોબાઈલ ધારક ગઠિયાએ બિલ બાકી હોવાનું કહેતા તેમને બિલ ભરી ઓનલાઈન ભરી દીધું હોવાનું જણાવતા ગઠિયાએ યુવકને વિશ્વાસમાં લઇ વોટ્સપ પર લિંક મોકલી અપડેટ કરવાનું જણાવતા યુવકે લિંક પર અપડેટ કરતા તેમના મોબાઈલ હેંક થઈ ગયો હતો અને એચડીએફસીના બેંક એકાઉન્ટમાંથી રૂ.383426 / બિલ્ડકપ પાવર કોર્પ લી. નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ યુવક વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી દસ હજાર મળી રૂ.393426/- સરકાવી લેતા યુવક તાબડતોડ બેંકમાં પહોંચી એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ બંધ કરાવી સાયબર ક્રાઈમ પોલીસને અરજી આપી હતી મોડાસા ટાઉન પોલીસે મોબાઈલ ધારક સાયબર ગઠિયા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી