મોડાસા તાલુકાના કોલીખડ ગામે ખેતમજૂર તરીકે કામ કરતા છોટા ઉદેપુર જીલ્લાના બે સગા ભાઈઓ વચ્ચે અગમ્ય કારણોસર ઝગડો થતાં નાના ભાઈએ મોટા ભાઈના માથાના ભાગે લાકડાના ફટકા ઝીંકી હત્યા કરી હત્યારો ભાઈ ફરાર થઈ જતા હત્યાની ઘટનાને પગલે દોડી પહોંચી મોડાસા ટાઉન પોલીસે ખેતર માલિકની ફરિયાદના આધારે નાના ભાઈ સામે હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી તેનું પગેરું દબાવતા હત્યારો ભાઈ તેના વતન સુશકાલ જઈ રહ્યો હોવાની બાતમી ટાઉન પોલીસને મળતા પાવી- જેતપુર પોલીસનો સપર્ક કરી હત્યારો સુશકાલ પહોચતાં દબોચી લઇ મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કર્યો હતો મોડાસા ટાઉન પોલીસે ગણતરીના દિવસોના હત્યારાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI ડી.કે.વાઘેલા અને તેમની ટીમે કોલીખડ ગામની સીમમાં આવેલ ખેતરમાં ખેતમુજરી કરતા છોટાઉદેપુર જીલ્લાના સુશકાલ ગામના બકાભાઈ સબુરભાઈ નાયકાની સામાન્ય ઝગડામાં હત્યા કરનાર નાના ભાઈ લાલા સબૂર નાયકાને ગણતરીના દિવસોમાં દબોચી લઇ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો
શું હતી સમગ્ર ચકચારી ભરી ઘટના વાંચો..!!! કોલીખડ ગામના નિકુંજભાઈ માવજીભાઈ પટેલના ડુંગરી વાળા ખેતરમાં છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતપુર તાલુકાના સુરકાલ ગામના બકાભાઈ સબુરભાઈ નાયકા અને લાલાભાઇ સબુરભાઈ નાયકા નામના ભાઈઓ ભાગીયા તરીકે ખેતરમાં ખેતમજૂરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા મંગળવારે રાત્રિના 8 વાગ્યાના સુમારે બંને ભાઈઓ વચ્ચે ઝગડો થયા બાદ જાણે લાલા નાયકાના માથે ઝનૂન સવાર થયું હોય તેમ તેના ભાઈ પર લાકડી વડે તૂટી પડતા બકાભાઈના શરીરે ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ પર પ્રાણ પંખેરું ઉડી ગયું હતું લાલા નાયકાના હાથે તેના ભાઈની હત્યા થતાં ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ ખેતર માલિક નિકુંજ પટેલ સહિત અન્ય ખેડૂતો થતાં સ્થળ પર દોડી આવ્યા હતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શ્રમિક મજૂર ભાઈએ ભાઈની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી
મોડાસા ટાઉન પોલીસે કોલીખડના ખેતર માલિક નિકુંજકુમાર માવજીભાઈ પટેલની ફરિયાદના આધારે લાલા સબૂરભાઈ નાયકા (રહે,સુરકાલ-છોટાઉદેપુર)સામે હત્યાનો ગુન્હો નોંધી હત્યારાને ઝડપી પાડવા જુદી-જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો