34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ બે રાજસ્થાની બુટલેગરને દબોચી જેલના...

અરવલ્લી : LCBએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ બે રાજસ્થાની બુટલેગરને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા

0
107

 

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથધરી છે જીલ્લા એલસીબી પોલીસે ધનસુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ રાજસ્થાનના મંગલા ઘોગરા અને લલિત ખરાડી નામના બુટલેગરને ઝડપી પાડી ધનસુરા પોલીસને સુપ્રત કર્યા હતા

 

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ ડી.બી.વાળાએ અલગ-અલગ ટીમ બનાવી જીલ્લામાં પેટ્રોલીંગ હાથધરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા ધનસુરા પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગર મંગલા ઉર્ફે મનીષ જીવાજી ઘોગરા (રહે,પાલદેવલ,ડુંગરપુર-રાજ) ધનસુરા બસ સ્ટેન્ડમાં હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસે કોર્ડન કરી ઝડપી લીધો હતો તેમજ પાંચ વર્ષ અગાઉ ધનસુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો-ફરતો વોન્ટેડ બુટલેગર લલિત મનજી ખરાડી (રહે,બાબરી,ઉદેપુર-રાજ) ધનસુરાના માલપુર ત્રણ રસ્તા પર ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ ધનસુરા ત્રણ રસ્તા પર પહોંચી કોર્ડન કરી દબોચી લીધો હતો એલસીબી પોલીસે બંને વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડતા મોતિયા મરી ગયા હતા ધનસુરા પોલીસે બંને બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!