આજના મોબાઇલ યુગમાં બાળકો પાછા મહોલ્લામાં રમાતી પરંપરાગત રમતો તરફ પાછા ફરે તે ઉમદા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું
રમતગમતો હજારો વર્ષોથી ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો એક હિસ્સો રહી છે. રમતગમત એ આપણો વારસો છે અને આપણી વિકાસ યાત્રાનો એક હિસ્સો છે.આજના સમયમાં બાળકો શેરી રમતો ભૂલી ગયા છે અને મોબાઇલ તરફ વળ્યા છે, જેને કારણે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ ઉપર અસર પડી રહી છે. હાલમાં બાળકો તેમનો કીંમતી સમય મોબાઇલ વગેરેમાં વેડફી રહ્યા છે. જેથી ઘણા બાળકો રમત-ગમતની પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકતા નથી.
આ પરિસ્થિતિમાં બાળકોને રમતગમત પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા ખુબજ જરૂરી બને છે. જેથી બાળકોનું શારીરિક અને માનસિક આરોગ્ય તંદુરસ્ત રહે અને તેમાં વૃધ્ધિ થાય તે માટે અને મોબાઈલ ની ગેમ છોડી ને મેદાન ની રમત રમતો થાય તે ઉદ્દેશ થી ડેમાઈ ગામના યુવાનો માટે ગ્રામીણ રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આવનારી પેઢી જુની રમતો થી માહિતગાર થાય અને જૂની રમતો વિસરાય નહીં, તેમની ખેલ ભાવના બહાર આવે તે જરૂરી છે. માટે વિસરાતી જતી જૂની રમતોનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે પરંપરાગત રમતો જે મેદાનમાં રમતો રમાતી હતી જાણે વિસરાઈ ગઈ છે માટે યુવા સંગઠન દ્વારા “ડેમાઈ મોહલ્લા ટુર્નામેન્ટ” રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત જુની પરંપરાગત રમતો સ્પર્ધામાં આ મુજબ રહેશે.
૧) લાકડી થી રીંગ ફેરવી ૨) ટાયર રેસ ૩) લીંબુ ચમચી ૪) કુંડા લખોટી ૫) ભમરડા ફેરવવા ૬) ગિલ્લી દંડો ૭) સાતોળિયુ ૮) લંગડી દાવ ૯) દોરડા કુદ ૧૦) સંગીત ખુરશી ૧૧) કોથળા દોડ ૧૨)સ્લો સાયકલિંગ ૧૩) લાંબી કુદ ૧૪) અવનવી વાનગી સ્પર્ધા જેવી રમતો રમાડવામાં આવશે