અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં જાણીતા તબીબ ર્ડો.કે.વી.શાહના પૌત્ર અને ર્ડો.હિરેન શાહના 19 વર્ષીય આશાસ્પદ પુત્ર કુલ્લુ -મનાલીમાં મિત્રો સાથે વેકેશનમાં ટ્રેકિંગ કરવા ગયો હતો ટ્રેકિંગ દરમિયાન પાર્વતી નદીમાં સોહમનો પગ લપસી જતા પાણીના વહેણમાં તણાઈ ડૂબી જતા મોત નીપજતા સાથી મિત્રોએ સ્થાનિક પોલીસને જાણ કરતા મૃતદેહ શોધી પીએમ માટે મોકલી આપ્યો હતો સોહમના પિતા ર્ડો.હિરેન શાહને જાણ કરતા પરીવાર પર આભ તૂટી પડ્યું હતું પરિવારજનો મૃતદેહ લેવા કુલ્લુ પહોંચ્યા હતા મોડી રાત્રી સુધી મૃતદેહ સાથે મોડાસા પરત ફરશે શહેરના આશાસ્પદ તબીબ યુવકના મોતથી શહેરમાં શોકની લાગણી છવાઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસાના જાણીતા એનેસ્થેસિયા તબીબ ર્ડો.હિરેન શાહના 19 વર્ષીય પુત્ર અને કરમસદ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો સોહમ શાહ મિત્રો સાથે વેકેશનના પગલે હિમાલચાલ પ્રદેશમાં આવેલા કુલ્લુ-મનાલીમાં ટ્રેકિંગ માટે ગયો હતો મંગળવારે કુલ્લુ જીલ્લાના મણિકર્ણ ઘાટી નજીક પસાર થતી પાર્વતી નદીમાં ટ્રેકિંગ દરમિયાન પગ લપસી જતા પાણીના વહેણમાં તણાઈ ડૂબી જતા મોત નિપજ્યું હતું અન્ય ટ્રેકિંગ કરતા મિત્રોને આંખો સામે સોહમ શાહ તણાઈ જતા બેબાકળા બની બૂમાબૂમ કરી મૂકી હતી સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા કુલ્લુ પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી સોહમને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે સોહમ ને મૃત જાહેર કર્યો હતો.કુલ્લુ પોલીસ વડા કાર્તિકેયનને ઘટના ની તપાસ હાથ ધરી સોહમ શાહના મિત્રોએ સમગ્ર ગોઝારી ઘટના અંગે તેના પરિવારજનોને જાણ કરતા પરીવારજાણો આઘાતમાં સરી પડ્યા હતા ર્ડો.હિરેન શાહ અને પરિવારજનો અને મિત્રો સાથે કુલ્લુ પહોંચી પુત્રનો મૃતદેહ પરત લાવવા તજવીજ હાથધરી હતી ભાવિ ડોકટર સોહમ શાહ ના મોત થી સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી પ્રસરી હતી તબીબ આલમ શોકમાં ડૂબી ગયો હતો