નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર થયેલ અકસ્માતમાં મોતના પગલે હંગામા બાદ પોલીસે ૭૦૦ થી વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાતા હવે હિંમતનગરનું એક ગામ પુરુષ વિહોણુ બન્યુ છે. જોઈએ પુરુષ વિનાનું એવું ગામ કે જ્યાં છેલ્લા ચાર દિવસથી પુરુષ દેખાતા જ નથી તો પશુઓ પણ ભુખ્યા તરસ્યા રહે છે.
આ છે હિંમતનગર તાલુકા નુ ગામડી ગામ કે જ્યા છેલ્લા ચાર દિવસથી કોઈ પુરુષ ફરક્યા જ નથી.સાબરકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં ખેતી અને પશુપાલનના પગલે જીવન ગુજારી રહ્યા છે જેમાં પશુપાલન તેમજ ખેતી માટે પુરુષવર્ગ હોવું જરૂરી છે જોકે સાબરકાંઠા માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર તાજેતરમાં થયેલ અકસ્માત ઓવરબ્રિજ ની માંગ ના પગલે થયેલા હંગામાથી ગામડી ગામમાં હાલના તબક્કે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે હાલમાં પશુપાલન કરનારા પરિવારોમાં કોઈ પુરુષ ન હોવાનું થી ગામડી ગામની દૂધ મંડળી બંધ છે તેમજ ગામની પશુપાલક મહિલાઓ દ્વારા દૂધ મેળવ્યા બાદ ક્યાં આપવું તેનો પણ પ્રશ્ન સર્જાયો છે એક તરફ ગામની દૂધ મંડળી બંધ હાલતમાં છે તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ માટે ભારે પરેશાની સર્જાય છે જોકે સ્થાનિકોનું માનીએ તો હાલમાં ૩૦૦૦ થી વધારે ની વસ્તીમાં માત્ર ૩૦૦ જેટલી મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહી છે તેમજ પશુપાલન થકી પેદા થયેલું દૂધ હવે ગામના સ્વજનો તેમજ ગાયો ભેંસો કુતરા ને આપી દિવસ પસાર કરી રહ્યા છે.
સામાન્ય રીતે કોઈપણ ગામડામાં સમસ્યા સર્જાય ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે દૂર કરવાનો પ્રયાસ થતો હોય છે તેમજ પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી ગામમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ થતો હોય છે જોકે હિંમતનગરના ગામડી ગામે હંગામા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ અને કાબુમાં લીધી હતી જોકે ત્યારબાદ 40 થી વધારે વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી 700 થી વધારે ના ટોળા સામે ફરિયાદ નોંધાતા હાલમાં ગામના તમામ પુરુષો ફરાર થઈ ચૂક્યા છે જોકે ગ્રામ્ય વિસ્તારમાં આજની તારીખે પણ મહિલાઓ માટે એકલા જીવન જીવવું મુશ્કેલ છે તેમજ ખેતી અને પશુપાલન માટે પણ હાલના તબક્કે કેટલીય સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા નિર્દોષ લોકો ને પણ પારાવાર સમસ્યાઓ પેદા થઈ છે એક તરફ હંગામો કરી આગજંપી કરનારા લોકો હાજરી તારીખે સ્થાનિક કક્ષાએ જીવન ગુજારતા હોવાનો આક્ષેપ છે તો બીજી તરફ ગામડી ગામે નિર્દોષ લોકોએ ગામ છોડી ઘર ઘર ભટકવાનો વારો આવ્યો છે ત્યારે ગામની મહિલાઓએ હાલના તબક્કે તંત્ર દ્વારા સમગ્ર મામલે પાયારુપ ભૂમિકા ભજવનારા લોકોને સજા કરવાની સાથો સાથ નિર્દોષ લોકો માટે ઠોસ કામગીરી કરવાની માંગ કરી છે.
જોકે ગામડી ગામે થયેલી હિંસક અથડામણ બાદ ત્રણ જેટલા પોલીસ કર્મી સહિત પોલીસ વાહનને પણ આગચંપી થઈ હતી ત્યારે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ગામ ઉપર ફરિયાદ કરી અટકાયતો કરવાનો સિલસિલો શરૂ થતા ગામના તમામ પુરુષો હાલમાં ગામ છોડી દીધું છે જેના પગલે સમગ્ર ગામ દિવસે પણ સ્મશાન સમાન લાગી રહ્યું છે ગામમાં કોઈ પુરુષ ન હોવાના પગલે મહિલાઓને પણ જીવન ગુજારવું સમસ્યા રૂપ બની રહ્યું છે એક તરફ નાના બાળકો સહિત પશુપાલન અને ખેતી આધારિત જીવન ગુજારનારા લોકો માટે દિનપ્રતિદિન સમસ્યા વધી રહી છે ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી થાય તેવી સ્થાનિક કોઈ મદદ મલી રહે તેવી માંગ પણ કરી છે…
પુરુષ વિના ના ગામની વાત તો જાણી પરંતુ મહિલાઓ અને નાના બાળકો ની પણ વેદના આ અહેવાલમાં જાણીએ કે અહિની મહિલાઓ ચોધાર આસુઓથી રડી રહી છે કોઈ પતિની યાદમાં તો કોઈ પોતાના જવાન દિકરાની યાદમાં…
ગામડી ગામે અકસ્માત બાદ ગામ લોકોનો આક્રોશ વધ્યો અને તોડફોડ આગચંપી પછી પોલીસે અટકાયતી દોર શરૂ કર્યો અને ગામમાંથી રાતો રાત યુવાનો અને પુરુષો જ ગાયબ થઈ ગયા.. કોઈના પતિને શ્વાસની બીમારી છે કોઈને બીપીની બીમારી કોઈ અપંગ છે કોઈ વિધવા મહિલા છે કોઈ મહિલા અન્ય લોકોના ઘરે જઈને માગીને ખાય છે ગામમાં કોઈ દુકાન ખુલ્લી નથી, કોઈ સાધનસામગ્રી કે કરિયાણુ કે શાકભાજી પણ મળતી નથી તમામ મહિલાઓની અલગ અલગ વાતો છે સાંભળો.
આમ તો આ ગામ પશુપાલન પર જ નભે છે તો સવારે કમાઈને આવે અને રાત્રે ખાય તેવા લોકો પણ ગામમાં છે. એક તરફ કારઝાર ઉનાળો ચાલી રહ્યો છે તેમજ આગામી સમયમાં ખેતીની સિઝન આવી રહી છે તેમજ પશુપાલન ના પગલે મહિલાઓ માટે પણ ભારે સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલાં લેવાય તે જરૂરી છે જોકે આગામી સમયમાં આ મામલે ઠોસ પગલાં લેવામાં તંત્ર ઉણુ ઉતરશે તો આગામી સમયમાં સ્થાનિકોની સમસ્યામાં વધારો થશે તે નક્કી છે
ગામમાં રાત્રે પોલીસ આવે છે ત્યારે ગામની મહિલાઓ ભાગી જાય છે અને ગામની નજીક જ આવેલ ડુંગર પર પહોચી જઈને છુપાઈને બેસી જાય છે નાના બાળકો સાથે ખુલ્લા પગે જંગલમાં મહિલાઓ ભાગી જાય છે.
ગામડી ગામની ઘટના ને લઈને સમગ્ર ગામ તો પોલીસ છાવણી માં ફેરવાયુ જ છે અને મહિલાઓ એકલી છે તો સામે ઘરને તાળા લાગ્યા ને લઈને ભાજપના સત્તાધીશો પણ ગામની મુલાકાત માટે આવે છે હિંમતનગર ના ધારાસભ્ય પણ બે દિવસ પહેલા મુલાકાત માટે આવ્યા હતા તો પ્રાંતિજ ના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર સહિત અન્ય ભાજપના નેતાઓ પણ અહિ મુલાકાતે પહોચે છે પરંતુ મિડીયા સમક્ષ કોઈ નિવેદન આપવા તૈયાર નથી તો ભાજપના અગ્રણી મહિલા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે Mera Gujaratની ટીમ ત્યાં પહોચી ત્યારે તેમને જણાવ્યુ કે સરકાર આ મામલે કોઈ યોગ્ય પગલા લે અને અને વચ્ચેનો કોઈ રસ્તો કાઢે તેવી પણ માંગ કરી હતી.