હાલોલ
હાલોલ જીઆઇડીસી ના ચંદ્રપુરા રોડ ઉપર ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડની બાજુમાં ચાલીને જઈ રહેલા બે પરપ્રાંતીય યુવકોને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા ઉત્તરાખંડનો એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.જેને સારવાર માટે મોડી રાત્રે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.
હાલોલ જીઆઇડીસીના ચંદ્રપુરા રોડ ઉપર ગત મોડી રાત્રે રોડની બાજુમાં ચાલતા જઈ રહેલા બે યુવક પૈકી એક ને પાછળ થી આવેલા કોઈ અજાણ્યા વાહને અડફેટે લઈ રોડ ઉપર હવામાં ઉછાળી દેતા ઉત્તરાખંડ ના પખોર જિલ્લાના અલમોરા નો 32 વર્ષ નો યુવક કેવલાનંદ મોહનરામ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકના કમર ઉપરથી વાહનનું પૈડું પસાર થયું હોય તેવી સ્થિતિ હોય તેને અત્રે હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.