મોડાસા ટાઉન પોલીસે સોપારી આપનાર આરોપીને ગોવાથી દબોચી લીધો,મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પૂછપૂરછના નામે એક રૂમમાં ગરમી ન લાગે તેની તકેદારી રાખવાની સાથે હોટલનું ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાની ચર્ચા ચારેકોર,આરોપી કમલ ચંદનકુમાર હોતવાણી પાસે દુબઈનો ગોલ્ડન વિઝા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત
મોડાસા શહેરના બસ પોર્ટ વિસ્તારમાં આશા નામની હોસ્પિટલ ધરાવતા જાણીતા તબીબ ર્ડો.અશોક ઈસરાનીની પારિવારિક ઝગડામાં હત્યાની સોપારી આપનાર મધ્યપ્રદેશ રહેતા કમલ ચંદનકુમાર હોતવાણી નામના સાઢુની પોલીસે ગણતરીના દિવસોમાં ગોવાથી દબોચી લઇ મોડાસા લઇ આવી છે ટાઉન પોલીસ તબીબની હત્યાની સોપારી આપનાર માલેતુજાર આરોપીને વૈભવી સુવિધા પૂરી પાડી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ટાઉન પોલીસ આરોપીને લોકઅપમાં રાખવાના બદલે રૂમમાં રાખી ગરમીમાં ઠંડક મળી રહે તે માટે પંખા સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી રહી હોવાની ચર્ચા ઉઠતા મીડિયાના પ્રતિનિધિઓ ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોચતાં આરોપી રાત્રિના સુમારે લોકઅપના બદલે એક રૂમમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા ટાઉન પોલીસે મોડાસાના તબીબની સોપારી આપનાર મધ્યપ્રદેશ મંદસોરના સાઢુની કમલ ચંદનકુમાર હોતવાણીને ગણતરીના દિવસોમાં ગોવાથી ઉઠાવી લીધો હતો હત્યાની સોપારી આપનાર માલેતુજાર કમલ ચંદનકુમાર હોતવાણીને ટાઉન પોલીસ સ્ટેશન લઇ આવી જાણે મહેમાન નવાજી કરી રહી હોય તેમ પૂછપરછના બહાના હેઠળ લોકઅપમાં રાખવાના બદલે એક રૂમમાં વૈભવી સુવિધા સાથે રાખવામાં આવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે કમલ ચંદનકુમાર હોતવાણીને હોટેલનું મનભાવતું વૈભવી ભોજન પૂરું પાડવામાં આવતું હોવાની સાથે તેની સરભરામાં કેટલાક પોલીસકર્મીઓ અને હોમગાર્ડ ખડેપગે ઉભા રહેતા હોવાની ચર્ચાએ જોર પકડતા પત્રકારો રાત્રિના 9 વાગ્યાના સુમારે ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોચતાં આરોપી કમલ ચંદનકુમાર હોતવાણી લોકઅપ રૂમમાં જોવા મળ્યો ન હતો આરોપી લોકઅપના બદલે અન્ય રૂમમાં હોવાથી પત્રકારોને જોઈ પોલીસકર્મીએ રૂમને બહારથી બંધ કરી દેતા ટાઉન પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે