રાજકોટની આગ દુર્ઘટના બાદ ફરી શહેરમાં ફાયર સેફ્ટીનું ભૂત ધુણ્ય હોય તેમ તંત્ર ધડાધડ ફાયરસેફ્ટીના હોય તેવી ઈમારતોને સીલ મારી રહી છે.ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને મોડાસા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી.
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ,ASP સંજય કેશવાલા પ્રોબેશનલ આઇપીએસ વગીશા જોષીની ઉપસ્થિતિમાં જીલ્લા પોલીસ ભવન પરિસરમાં મોડાસા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા ફાયર સેફ્ટી અંગે પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર એક્સિંગ્યુશર સહિત અન્ય ફાયર ઉપકરણોનો ઉપયોગ અંગે તાલીમ આપી હતી તદ્ઉપરાંત આગ પર ઝડપથી કાબુ મેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે સરકારી કચેરીઓ, બેંક સહિત ધંધા રોજગારના સ્થળે,બિલ્ડિંગ્સ સહિત અન્ય જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ ફાયર એક્સિંગ્યુશરનો ઉપયોગ અંગે અપૂરતી માહિતીના પગલે આગ લાગે ત્યારે શોભાના ગાંઠીયા સમાન બની રહે છે