ગોધરા
પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્યચ ચૂંટણી-૨૦૨૪ની ૧૮-પંચમહાલ બેઠકની મતગણતરી ગોધરાના નરસીપુર ઇજનેરી કોલેજમાં મંગળવારે સવારે ૮-૦૦ વાગ્યાથી શરૂ થશે.પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈને કલેકટર કચેરી સભાખંડ,ગોધરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જિલ્લા ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે,ચૂંટણીતંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.૧૮-પંચમહાલ લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્તા ર મુજબ અલગ-અલગ ટેબલ/હોલમાં કુલ ૧૫૫ રાઉન્ડ માં મતગણતરી યોજાશે.જેમાં કુલ ૧૧,૧૬,૧૭૧ ઇ.વી.એમ.ના મતો અને ૧૫,૯૭૨ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે જ્યારે અત્યારસુધી ૭૦૮ સર્વિસ વોટર નોંધાયા છે. તેમણે જણાવ્યું કે,સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્યપવસ્થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્ઝરર્વર અને એક મતગણતરી સહાયક રહેશે.મતગણતરી માટે કુલ ૫૪૦થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે.કાયદો અને વ્યસ્થા માટે ત્રણ લેયરમાં સિક્યુરિટી ગોઠવવામાં આવશે.જે માટે ૫ ડી.વાય.એસ.પી,૧૦ પી.આઈ,૩૮૪ પોલીસ જવાનો તથા ૩૫ સી.આઇ.એસ.એફ અને એસ.આર.પી જવાનોની ફાળવણી કરવામાં આવી છે.
એક વિધાનસભા મત વિસ્તાકર દીઠ ૧૪ ટેબલ એમ કુલ સાત વિધાનસભાના મળી કુલ ૯૮ ટેબલ ઈ.વી.એમ માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગથી ૩૭ ટેબલ પર મતગણતરી હાથ ધરાશે.૧૮-પંચમહાલ લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના થનાર રાઉન્ડકની વિગતો અંગે જણાવ્યું કે,૧૧૯- ઠાસરા વિધાનસભા માટે ૨૨ રાઉન્ડી, ૧૨૧-બાલાસિનોર માટે ૨૪ રાઉન્ડો, ૧૨૨ લુણાવાડા માટે ૨૬ રાઉન્ડ૯, ૧૨૪ શહેરાના ૨૧ રાઉન્ડી, ૧૨૫ મોરવા હડફના ૧૮ રાઉન્ડચ, ૧૨૬ ગોધરાના ૨૧ રાઉન્ડ અને ૧૨૭ કાલોલના ૨૩ રાઉન્ડે મળીને કુલ ૧૫૫ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે પંચમહાલ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારે પૂર્વ તૈયારીઓને લઈને સબંધિત અધિકારીઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજીને ચૂંટણી પંચની ગાઇડલાઈન મુજબ વિવિધ કામગીરીની સોંપણી કરાઈ છે. જેમાં મેડીકલ ટીમ અને નગરપાલિકા ફાયર વિભાગ, બી.એસ.એન.એલ., જી.ઈ.બી. સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.પી.કે.ડામોર, સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.