asd
32 C
Ahmedabad
Thursday, October 3, 2024

અરવલ્લી : જીલ્લા તંત્ર આકસ્મિક ઘટનાઓમાં ત્વરિત કામગીરી માટે સતર્ક, જીલ્લા કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી


અરવલ્લી જીલ્લામાં આગજન્ય દુર્ઘટનાઓ સહિતની આકસ્મિક ઘટનાઓના નિવારણ અને આગોતરા નિવારાત્મક ઉપાયો અંગે જીલ્લા કલેકટર પ્રશસ્તી પારીકની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

Advertisement

તાજેતરમાં રાજ્યમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગજન્ય કરુણ દુર્ઘટના, વડોદરામાં બનેલી હરની તળાવ દુર્ઘટના ઉપરાંત આ પૂર્વે બનેલી ઘટનાઓને ધ્યાને લઈ જીલ્લામાં નાગરિકોની સલામતી બાબતે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સાબદુ બન્યું છે.જિલ્લાના ઔધોગિક એકમો, રોજિંદા લોકજીવન, આનંદ પ્રમોદના સંસાધનો, સ્થળો, ભૌગોલિક પરિસ્થિતિ, પરિવહનને ધ્યાને લઇ આગ, અકસ્માત સહિત જોખમકારક બાબતો ના બને તે માટે જિલ્લાના તમામ વિભાગોને આગોતરી રીતે સતર્કતા દાખવી આવી આકસ્મિક ઘટનાઓના નિવારણ માટે કાળજી રાખવા અને આગોતરા નિવારાત્મક ઉપાયો શોધવા સૂચન કરવામાં આવ્યા.

Advertisement

પેટ્રોલ પંપ, CNG પંપ, હોસ્પિટલ, મોલ, શાળા, કોલેજ, આંગણવાડી, લાઇબ્રેરી, કોચિંગ સેન્ટર, થિયેટર, આનંદમેળા, મેળાવડા, ધાર્મિક સ્થળો, સામાજિક પ્રસંગો, ફટાકડા ગોડાઉન, GIDC જેવા ઔધોગિક એકમો વગેરે જેવા સ્થળો પર ફાયર સેફ્ટી અંગેના નિયમો સાથે એક ગાઇડલાઈન બનાવવામાં આવશે. આ નિયમોના પાલન માટે વિવિધ એસોશિયેશનના લોકો સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ જો કોઈ નિયમોનું પાલન ન થાય તો ચેકીંગ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

આગ સિવાય અન્ય આકસ્મિક ઘટનાઓ દરમિયાન તેમાં કેવી રીતે જાનહાનિ અને માનહાનિ ઘટાડી શકાય તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી. જિલ્લાના તમામ અધિકારીઓને તેમના કાર્યક્ષેત્રમાં આવતા સ્થળો પર યોગ્ય સુરક્ષા જાળવવા પણ સૂચન કરવામાં આવ્યા હતા આ  બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા,જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલ,અધીક નિવાસી કલેકટર જશવંત જગોડા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા, પ્રાંત અધિકારીઓ,મામલતદારો,તાલુકા વિકાસ અધિકારીઓ,સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!