ગોધરા
ત્રીજી જુનનો દિવસ વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવાય છે. આજના બદલાતા જમાનામા હવે સાયકલોનુ સ્થાન હાઈટેક બાઈકોએ લીધુ છે. સાયકલ હોવી એક જમાનામા પરિવાર માટે સ્ટેટસ ગણાતુ હતુ.ત્યારે આજે સાયકલ પર બેસીને ચલાવવુ નાનમ અનુભવા જેવુ થઈ પડ્યુ છે. નાના શાળાના બાળકો સિવાય મોટાઓમા તો મજુર વર્ગ કે મધ્યમ વર્ગમા સાયકલનો ઉપયોગ જોવા મળે છે. આજે વિશ્વ સાયકલ દિવસના દિવસે આપણે એક એવા સાયકલ પ્રેમી અધિકારીની વાત કરવાના છે તે તેઓએ નિવૃતિ પછી પણ સાથ છોડ્યો નથી.
આપણે વાત કરી રહ્યા છે પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામના અને હાલમા ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમા રહેતા સમરસિંહ બારિયાની. સામાન્ય ખેડુત પરિવારમા જન્મેલા સમરસિહ બારિયા 1966માં ઓલ્ડ એસએસસીનુ ભણતર મેળવી ત્યારબાદ તેઓ સાયકલ લઈને ગામની આસપાસ ભરાતા આનંદમેળાઓમાં બિસ્કીટ ગોળીઓ વેચીને પરિવારને મદદરુપ થતા હતા. તેઓ 1967 મા જુનિયર ક્લાર્કની પરિક્ષા આપીને તેઓ પોતાની સરકારી સેવાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બઢતી સાથે બદલીઓ પણ થઈ તેઓ ખાતાકિય પરિક્ષામાં પાસ થતા તેઓ તાલુકા વિકાસ અધિકારી તરીકે પણ તેમને ફરજ બજાવી ત્યારબાદ છેલ્લે 2007માં પંચમહાલ જીલ્લામા વયનિવૃત થઈને આજે શાંતિપુર્ણ માહોલમા જીવન વીતાવે છે.
તેઓ જણાવે છે કે 1966થી હુ સાયકલ ચલાવુ છુ.તેના કારણે તંદુરસ્તી સારી છે. ગોધરા શહેરમા જ્યારે હુ નોકરી કરતો હતો, ત્યારે સાયકલ ફેરવતો હતો.ત્યારે મને મારા સહકર્મીઓ સાયકલ ન ફેરવાનુ જણાવાતા હતા. પણ હુ ના પાડતો. સાયકલીંગના કારણે આરોગ્ય સારુ રહ્યુ છે. આજે મારુ 76મુ વર્ષ ચાલી રહ્યુ છે.તેઓ વધુમા જણાવે છે. પર્યાવરણને લઈને અનુલક્ષીને સાયકલ જરુરી છે. સાથે નાના મોટા ખર્ચાઓ પણ દુર થાય છે. હુ દરેકને સાયકલ ફેરવા અનુરોધ કરુ છે. તેઓ વધુમા જણાવે છે 1986 માં લીધેલી સો રૂપિયાની સાયકલ 20 વર્ષ સુધી ચલાવી હતી.1986 માં નવી સાયકલ 2,500 માં લીધી તો 2012 13 સુધી ચલાવી અને 2013 માં સાયકલ ચોરાઈ ગઈ ત્યાર પછી 2013 માં તેઓએ સેકન્ડમાં 1500 રૂપિયામાં સાયકલ લીધી અને એ સાયકલ આજે પણ ચલાવુ છું.