કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની ભાજપના રેખાબેન ચૌધરી સામેની જીતને શંકર ચૌધરી સામેની જીત તરીકે ચર્ચા ચારેકોર
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક ચર્ચાનું કેન્દ્ર બની હતી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ભાજપે રેખાબેન ચૌધરીને ટીકીટ આપી હતી ગેનીબેન ઠાકોર બનાસની બહેન તો રેખાબેન ચૌધરીએ બનાસની દીકરી તરીકે પ્રચાર પ્રસારમાં એડી ચોંટીનું જોર લગાવ્યું હતું ગેનીબેન ઠાકોરે દરેક પ્રચારમાં મામેરૂ ભરવા મતદારો સામે સામે આહવાન કરતા આખરે મતદારોએ ગેનીબેન ઠાકોરને જંગી જીત અપાવવાની સાથે ભાજપની હેટ્રિકને રોકવામાં સફળ રહ્યા હતા ગેનીબેન ઠાકોરની હરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સહિત ગુજરાત ભાજપના નેતાઓએ ધામા નાખ્યા હતા
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભારે ઉતાર-ચડાવ વચ્ચે દિલધડક રસાકસી બાદ આખરે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના શિરે જીતનો તાજ જોવા મળ્યો છે.મતગણતરીની શરૂઆતમાં ગેનીબેન ઠાકોર આગળ રહ્યા બાદ ભાજપના રેખાબેન ચૌધરીએ ટક્કર આપતા ગેનીબેન ઠાકોર સામે છેક સુધી લીડ મેળવ્યા બાદ બંને વચ્ચે ખરાખરીના જંગમાં ગેનીબેન ઠાકોરે બાજી મારી લીધી હતી ગેનીબેન ઠાકોરના વિજયથી કોંગ્રેસના કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા ભાજપના અગ્રણીઓ સહિત કાર્યકરોમાં ભારે નિરાશા સાથે સન્નાટો ફેલાયો હતો
લોકસભા ચૂંટણી વખતે ખૂબ જ ચર્ચામાં રહી બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ અને બીજેપીનાઉમેદવારો વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળ્યો હતો. બંને ઉમેદવારો વચ્ચે જાણે કોઈ ક્રિકેટ મેચ ચાલી રહી હોય તેમ અંતિમ ઓવર સુધી મતગણતરીમાં રસાકસી જોવા મળી. જો કે, અંતિમ ઓવરમાં ગેનીબેને બાજી મારી લીધી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 6,11,116 મત મળ્યા છે જ્યારે ડો. રેખાબેન ચૌધરીને 5,90,785 વોટ મળ્યા છે. આમ ગેનીબેન ઠાકોરે 20,331 થી વધુ મતોથી લીડ મેળવી જીત હાંસલ કરી લીધી હતી