સોશ્યલ મીડિયાના યુગમાં યુવક-યુવતીઓના પ્રેમમાં પડવાની ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી રહી છે હજુ પણ કહેવાતો આધુનિક સમાજ તેમના દીકરા-દિકરીના પ્રેમ લગ્નને સ્વીકારવા માનસિક રીતે તૈયાર ન થતાં છેવટે પ્રેમમાં પાગલ બનેલ યુવક-યુવતીઓ પારિવારિક અને સામાજિક બંધન તોડી એકબીજાના પ્રેમને પામવા ભાગી જઈ લગ્ન કરી રહ્યા છે કેટલાક કમનસીબ પ્રેમી યુગલ પરિવાર કે સમાજ નહીં સ્વીકારેના ડરના લીધે આત્મહત્યા કરી લેવા મજબૂર બને છે અત્રે ઉલ્લેખનીય છે કે અનેક યુવતીઓ છેલબટાઉ છોકરાઓના મોહજાળમાં ફસાઈ પ્રેમલગ્ન કરી લીધા પછી પછતાઈ રહી હોવાની અનેક ઘટનાઓ સતત બહાર આવતી હોય છે
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા સર્કિટ હાઉસ નજીક બાલાસિનોર પંથકના યુવક-યુવતી પ્રેમમાં પાગલ બની ભાગી ગયા બાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર થવા પહોંચતાં બંનેના પરિવારો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું ટાઉન પોલીસને જાણ થતાં તાબડતોડ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયો હતો બંને પરિવારોએ એક બીજા સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં મારામારી અંગે ફરિયાદ નોંધાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી મોડાસાના સર્કિટ હાઉસ નજીક ઇકો કાર સહિત અન્ય વાહનોમાં રહેલા બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા સર્કિટ હાઉસ નજીક ગુરુવારે રાત્રિના 10 વાગ્યાના સુમારે બાલાસિનોર પંથકના પ્રેમી યુવક-યુવતી ઘર છોડી ભાગી ગયા બાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર થવા પહોંચતાં યુવક-યુવતીના પરિવારજનો વિવિધ વાહનો મારફતે માલપુર રોડ પર પહોંચ્યા હતા અને સર્કિટ હાઉસ નજીક યુવક-યુવતીના પરિવારજનો અને ટેકેદારો વચ્ચે ભારે ઝગડો થતાં બંને જૂથ મારામારી પર ઉતરી આવતા મામલો તંગ બન્યો હતો રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો બે જૂથ વચ્ચે દંગલ જોવા ઉભા રહી ગયાં હતા મોડાસા ટાઉન પોલીસને બે જૂથ વચ્ચે બબાલની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી મામલો થાળે પાડી બંને જૂથના લોકોને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી બાલાસિનોર પોલીસ પણ ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી