સમગ્ર દેશમાં રવિવારે વીર પુરૂષ મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હિંદુસ્તાનની આન-બાન-શાન અને મેવાડના સિંહ મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણીમાં મોડાસામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભારત વિકાસ પરિષદ દ્વારા મોડાસા શાખાએ શહેરના ઓધારી તળાવમાં આવેલ મહારાણા પ્રતાપ સ્મારક સ્થળે પુષ્પાંજલિ અર્પી મહારાણા પ્રતાપની શૌર્ય ગાથાઓના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું
મોડાસા શહેરના ઓધારી તળાવ ખાતે આવેલ મહારાણા પ્રતાપ સ્મારક સ્થળે ભારત વિકાસ પરિષદ મોડાસા અને રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના સ્વયંસેવકો તથા રાજપૂત સમાજના યુવાનો અને રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને તેઓના પરાક્રમી કાર્યોને યાદ કરી હિન્દુ રાષ્ટ્ર માટે ખપીજનાર શુરવીર એવા રાણાપ્રતાપ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે ભરત વિકાસ પરિષદ મોડાસા ના પ્રમુખ સુમનભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદ મધ્યપ્રાંત સહમંત્રી ડોક્ટર એન. જી. બિહોલા તથા મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, જયેશ દોશી, ઉત્તમ પટેલ તથા ભારત વિકાસ પરિષદના મોડાસા શાખાના તમામ કારોબારી સભ્યો અને સ્વયંસેવકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા