અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં વાહનચોરી કરતી તસ્કર ટોળકી સમયાંતરે ત્રાટકી બાઇક સહિત અન્ય વાહનોની ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે મોડાસા શહેરની ફેઝાનપાર્ક સોસાયટીમાં રહેતા રિક્ષાચાલકની રિક્ષા ઘર આગળથી ચોરી થઈ જતા રિક્ષા ચાલક અને તેના પરિવાર પર આભ તુટી પડયું હતું રિક્ષા ચાલકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રિક્ષા ચાલકે ઈ-એફઆરઆઈ નોંધાવવા સર્વર ડાઉનનો સામનો કરવો પડ્યો હતો
મોડાસા શહેરની ફેઝાનપાર્ક સોસાયટીમાં રહેતા મોં.સિદ્દીક ગુલામમોહમ્મદ શફરી રિક્ષા ચલાવી પરિવારનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે ગત મંગળવારે રાત્રે રિક્ષા ચાલક રાબેતા મુજબ ઘર બહાર રિક્ષા પાર્ક કરી પરિવાર સાથે સૂઈ ગયા હતા સવારે ઉઠતા ઘર આગળ પાર્ક કરેલી રિક્ષા ગાયબ જણાતા ચોંકી ઉઠ્યા હતા રિક્ષા ચાલક અને તેના પત્નીએ સમગ્ર વિસ્તારમાં રિક્ષાની શોધખોળ હાથધરતા છેવટે નિરાશા પ્રાપ્ત થતા રિક્ષા ચાલક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું રિક્ષા ચાલકે મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનમાં રિક્ષા ચોરી અંગે ફરિયાદ નોંધવતા પોલીસે અજાણ્યા ચોર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી