LCBએ અરવલ્લી,મહીસાગર અને અમદાવાદ ગ્રામ્યમાં ઘરફોડ ચોરી ના 6 વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે મોડાસા શહેરની શાહીનબાગ સોસાયટીમાં રહેતા પત્રકાર અહેમદ ઉલ્લાના ઘરમાં ત્રાટકી લાખ્ખો રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર કૂકડીના કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લા ભટ્ટીને કોલીખડ નજીક બાઇક પરથી પસાર થતાં દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ઘરફોડ ચોરીના ગુન્હમાં સંડોવાયેલ સરૂરપુરના મેહુલ રમણ પગીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે મોડાસા શહેરની શાહીનબાગ સોસાયટીમાં છ મહિના અગાઉ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા બાતમીદારો સક્રિય કરતા પત્રકાર અહેમદ ઉલ્લાના ઘરમાં હુસેન ઉર્ફે બિલ્લો અને તેના સાગરીતે ઘરફોડ ચોરી કરી હોવાની માહિતી પ્રાપ્ત થતા એલસીબી પોલીસે હુસેન ઉર્ફે બિલ્લાનું પગેરું દબાવતા હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટી એફ્ઝેડ બાઈક લઇ ધનસુરા થી મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતાં તાબડતોડ એલસીબીની ટીમ કોલીખડ ગામના પાટીયા નજીક વોચ ગોઠવી દઈ હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટી આવતા કોર્ડન કરી ઝડપી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટીએ શાહીનબાગ સોસાયટીના તેની સાથેના સાગરીત મેહુલ રમણ પગી મળી સાથે મળી બાઇક સાથે પહોંચી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી લેતા જેલના સળિયા પાછળ ધકેલી દઈ અરવલ્લી સહિત અન્ય જીલ્લામાં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી શાહીનબાગમાં ચોરીમાં સંડોવાયેલ મેહુલ રમણ પગી (રહે, સરૂરપુર-મોડાસા)ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા