અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો નાના-મોટા વાહનોમાં નીતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે પોલીસતંત્ર બુટલેગરોના કીમિયા નિષ્ફળ બનાવવા દોડાદોડી કરી રહી છે માલપુર પોલીસે કારમાં વિદેશી દારૂની ખેપ મારતા સુરતના બુટલેગર અલ્પેશ બારોટને ઝડપી પાડી કારના ગુપ્તખાનામાં સંતાડેલ 91 હજારથી વધુનો વિદેશી દારૂ સહિત 5.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
માલપુર પીએસઆઈ કે.એચ.બિહોલા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા મોડાસા તરફથી કારમાં વિદેશી દારૂ ભરી આવતો બુટલેગર પોલીસ જોઈ શંકાસ્પદ ઝડપ સાથે કાર હંકારી ભાગવા જતા પોલીસે કારને આંતરી લઇ કાર અલ્પેશ અરવિંદ બારોટનું નામ ઈગુજકોપ મોબાઇલ એપમાં સર્ચ કરતા અલ્પેશ બારોટ મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં પકડાયેલ હોવાનું જણાતા પોલીસે બુટલેગરને નીચે ઉતારી કારની સઘન તલાસી લેતા કારની ડેકી અને વચ્ચેની સીટ નીચે બનાવેલ ગુપ્તખાના મળી આવતા ગુપ્તખાનાની અંદર તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ-48 કિં.રૂ.91715 અને કાર મળી રૂ. 5.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અલ્પેશ અરવિંદ બારોટ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી