નવસારી-વલસાડમાં ચોમાસાના વરસાદના પ્રારંભથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકોએ વરસાદને વધાવ્યો
દેહ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજાએ હાજરી પૂરાવી છે ત્યારે રાજ્યમાં ચોમાસાની ઋતુનો વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થતાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ છે ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તેમજ અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બે દિવસ અગાઉ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યા પછી ગતરોજ શામળાજી પંથકમાં પવન સાથે વરસાદી ઝાપટું પડતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળોના આવન-જાવન સાથે અસહ્ય બફારા અને ઉકળાટથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દેતા અને હવામાન વિભાગે અરવલ્લી જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરતા લોકો આકાશ તરફ મીટ કરી મેહુલિયો વરસે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે