રાજકોટ ટીઆરપી ઝોનમાં આગની ઘટના પછી સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અંગે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લા કલેક્ટર કચેરી નજીક આવેલ સાબરમતી ગેસ કંપની ના CNG પંપ પર ટેન્કરની પાઇપમાંથી ગેસ લીકેજથી આગ લાગતા પંપ ના કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી હતી આગની ઘટનાના પગલે ભારે અફડાતફડી મચી હતી રોડ પરથી પસાર થતાં વાહનચાલકો અને આજુબાજુના ધંધાર્થીઓ CNG પંપ પર આગ લાગી હોવાનું જાણ થતાં ફફડી ઉઠ્યા હતા પંપ પર આગ લાગતા કંપનીના ઇમરજન્સી સંસાધનો મોડાસા નગર પાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને ડિઝાસ્ટર વિભાગે 10 મિનિટ્સમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો મોકડ્રિલમાં આગથી એક કર્મચારીને ઈજા પહોચતાં 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ માટે સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મોકડ્રિલ હોવાનું જાણી હાશકારો અનુભવ્યો હતો
INBOX : વાંચો સાબરમતી ગેસ કંપનીના CNG પંપ પર યોજાયેલ મોકડ્રિલનો ઘટનાક્રમ
અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સાબરમતી ગેસ કંપનીના CNG પંપ સ્ટેશનના LNG (નેચરલ ગેસ)મા ટેન્કરની પાઈપમાંથી ગેસ લિકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીના ઈમરજન્સી સંસાધનો, નગર પાલિકા ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગના સંયુક્ત રિસ્પોન્ડીંગ પ્રયાસોથી ફકત ૧૦ મિનીટની જહેમતના અંતે ગેસ લિકેજ અને આગ પર ત્વરિત કાબૂ મેળવાયો હતો. આ મોકડ્રીલમાં આગથી ઈજા પામેલા એક કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાસ્તવમાં આ દુર્ઘટના નહીં, પણ એક મોકડ્રીલ હતી.
મંગવારે સવારે 11 વાગ્યાના સુમારે કંપનીનો ટેકનિશિયન ટેન્કર પાસે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન કેન્ટરનો વાલ્વ ખૂલી જતાં ગેસ લિકેજ થયું અને અચાનક આગ પણ લાગી હતી. તે અંગેની જાણ સંબંધિત ડિઝાસ્ટર શાખાને કરતા વહીવટી તંત્રના વિવિધ વિભાગોને ઈમરજન્સી કોલ આપતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક કર્મચારી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતાં તેને ઈજા થઇ હતી. જેની જાણ ગેસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા તાત્કાલિક કંપનીના ફાયરના સાધનો સાથે અન્ય કર્મીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 108ને તુરંત જાણ કરાતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઈજાગ્રસ્ત કર્મીઓને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. ઈમરજન્સી કન્ટ્રોલ ગ્રુપ દ્વારા લિકેજને રોકવાના અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. સાથોસાથ ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટેન્કરની ચારેબાજુથી પાણીનો મારો શરૂ કરાયો હતો. આખરે લિકેજને બંધ કરવામાં સફળતા મળી હતી.