ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની આંતર જીલ્લા બદલીઓની સત્તા રેન્જ આઈજી હસ્તક હતી રેન્જ આઈજી તેમના તાબામાં રહેલા જીલ્લા પોલીસ અધિકારીઓ અને કર્મીઓની બદલી રેન્જમાં કરી શકતા હતા જોકે હવે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મીઓની બદલીની સત્તા રાજ્ય પોલીસવડાને સોંપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મીઓને લઈને એક મહત્વના સમાચાર બહાર આવ્યા છે તેમના બદલીની સત્તા હવે DGPને સોંપવામાં આવી છે અગાઉ રાજ્યમાં રેન્જ પ્રમાણે રેન્જ આઈજી તેમની રેન્જમાં આવતા જીલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મીઓની આંતરજીલ્લા બદલીની સત્તા હતી રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલ તમામ પરિપત્રો રદ કરવાની સાથે DGPને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, રેન્જ આઈજી તેમજ પોલીસ વડાઓ સહિતના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી