અરવલ્લી જીલ્લામાં ક્વોરી ઉદ્યોગ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યો છે ચોમાસાની ઋતુ પહેલાં કૂવા ખોદવાની અને ઉંડા કરવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે બ્લાસ્ટ કરવા માટે ગેરકાયદેસર રીતે જીલેટીન ટોટાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે ગેરકાયદેસર વિસ્ફોટક પદાર્થો રાખવામાં ભૂતકાળમાં અનેક લોકો જેલની હવા ખાઈ ચૂક્યા છે અરવલ્લી એસઓજી પોલીસે ઉંડવા નજીક વાંટડિયા રસ્તા પરથી ગેરકાયદેસર રીતે બાઈક પર જીલેટીન ટોટાની હેરાફેરી કરતો દબોચી લઇ 25 જીલેટીન ટોટા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ SOG PSI એસ.જે.દેસાઈ અને તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા ઉંડવા નજીક વાંટડિયા રસ્તા પરથી રાજસ્થાની શખ્સ બાઇક પર એક્સપ્લોઝિવ પદાર્થ ભરી મેઘરજ તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ તાબડતોડ ઉંડવા નજીક પહોંચી વોચ ગોઠવી બાતમી આધારિત બાઇક પર પસાર થતાં શ્રવણલાલજી ભેરુલાલજી તૈલી (રહે,પ્રતાપપુરા,ભીલવાડા-રાજ)ને અટકાવી અટકાવી તલાસી લેતા તેની પાસે રહેલી થેલીમાંથી જીલેટીન ટોટા નંગ-25 કિં.રૂ.1750/- સહિત રૂ.13750/-નો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર એક્સપ્લોઝિવની હેરાફેરી કરનાર આરોપી સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એકટ હેઠળ ગુન્હો નોંધાવી શ્રવણલાલજી ભેરુલાલજી તૈલીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની તપાસ મેઘરજ પોલીસને સુપ્રત કરી હતી