17 C
Ahmedabad
Tuesday, January 14, 2025

અરવલ્લી : ભિલોડા તાલુકા પંચાયતના આઉટસોર્સિંગ કર્મીને 400 રૂપિયાની લાંચ લેતા ગાંધીનગર ACBએ દબોચ્યો


                                                            ભિલોડા તાલુકા પંચયાતમાં આઉટ સોર્સિંગ તરીકે ફરજ બજાવતા કર્મી અરજદારો પાસેથી ખંખેરાતી લાંચની રકમમાં અન્ય અધિકારીઓ અને કર્મીઓમાં ભાગબટાઈ થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે                               

Advertisement

અરવલ્લી જીલ્લાની તાલુકા પંચયાત કચેરી અને મામલતદાર કચેરીમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચા,તાલુકા પંચયાત અને મામલતદાર કચેરીમાં આવક,જાતિ સહિત અન્ય દાખલા કાઢી આપવામાં કેટલાક ભ્રષ્ટ કર્મીઓ મન મરજી મુજબ અરજદારો પાસેથી રૂપિયા ખંખેરી રહ્યા છે                                                                                                                    

Advertisement

અરવલ્લી જીલ્લામાં સરકારી કચેરીઓમાં ખુલ્લેઆમ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ અરજદારો અને પ્રજાજનો સરકારી કામકાજ માટે ખંખેરી રહ્યા છે લાંચ ન આપનાર અરજદારનું કામકાજ ટલ્લે ચઢાવી લાંચ આપવા મજબુર બનાવતા હોવાનું જગજાહેર છે સરકારી કચેરીઓમાં આઉટ સોર્સિંગ તરીકે ફરજ બજાવતા મોટા ભાગના કર્મચારીઓ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે ભિલોડા તાલુકા પંચયાતમાં આઉટ સોર્સિંગ તરીકે ફરજ બજાવતો કર્મચારી  EWS સર્ટિફિકેટ કાઢી આપવા માટે જાગૃત નાગરિક પાસે 400 રૂપિયાની લાંચ માંગતા માંગતા ચોંકી ઊઠ્યો હતો ભ્રષ્ટ કર્મીને પાઠ ભણાવવા એસીબીનો સંપર્ક કરતા ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી લાંચિયા કર્મીને દબોચી લેતા ભિલોડા તાલુકા પંચાયત કચેરીમાં સન્નાટો વાપ્યો હતો એસીબીની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા                                                                     

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,ભિલોડા પંથકના એક જાગૃત નાગરિકને EWS સર્ટિફિકેટની જરૂરિયાત ઉભી થતાં ભિલોડા તાલુકા પંચયાત કચેરીમાં પહોંચી EWS સર્ટિફિકેટ માટે તજવીજ હાથધરતા આઉટ સોર્સિંગ કર્મી તરીકે છેલ્લા અઢી વર્ષથી ફરજ બજાવતા ટાકાટુંકા ગામના કૌશિક ભરતભાઈ ચૌધરી નામના કર્મી એ અરજદારને EWS સર્ટિફિકેટ કાઢી આપવા ધરમધક્કા ખવડાવી ત્વરિત EWS સર્ટિફિકેટ જોઈતું હોય તો 400 રૂપિયાની માંગ કરતા જાગૃત નાગરિક ચોંકી ઉઠયો હતો લાંચિયા કર્મીને પાઠ ભણાવવા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું     

Advertisement

                                                   ગાંધીનગર એસીબીની ટિમ બુધવારે જાગૃત નાગરિક સાથે ભિલોડા તાલુકા પંચયાતમાં પહોંચી હતી અને છટકું ગોઠવ્યા પ્રમાણે જાગૃત નાગરિકને લાંચ આપવા જણાવતા હરખપદુડો બનેલો લાંચિયો કર્મી લાંચની રકમ સ્વીકારતાની સાથે આજુબાજુમાં ગોઠવાયેલ એસીબીની ટીમે ત્રાટકી કૌશિક ચૌધરીને દબોચી લેતા એસીબી ટ્રેપમાં આબાદ સપડાતા લાંચિયા કર્મીના હોશકોશ ઉડી ગયા હતા ગાંધીનગર એસીબી ની ટીમ કૌશિક ચૌધરીને અરવલ્લી એસીબી કચેરી ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!