33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી ખાખીને સલામ: PI એમ.જે ચૌધરી મોડાસા બાયપાસ રોડ પર અકસ્માતમાં ઇજાગ્રસ્તને...

અરવલ્લી ખાખીને સલામ: PI એમ.જે ચૌધરી મોડાસા બાયપાસ રોડ પર અકસ્માતમાં ઇજાગ્રસ્તને સરકારી જીપમાં સારવાર અર્થે ખસેડ્યો

0
145

પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત પ્રયત્નશીલ રહે છે        

 

અરવલ્લી જીલ્લા AHTU પોલીસ ઇન્સ્પેક્ટર મૌલિક ચૌધરી તેમની ટીમે અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવકને તેમના સરકારી વાહનમાં સારવાર અર્થે ખસેડી પોલીસ પ્રજાનો મિત્ર છે નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું PI મૌલિક ચૌધરી સરકારી જીપમાં મોડાસા બાયપાસ રોડ નજીકથી પસાર થતાં હતા ત્યારે સહયોગ ચોકડી નજીક લોકોના ટોળા જોઈ ઉભા રહી ગયા હતા અજાણ્યા બાઇક ચાલકની ટક્કરથી યુવક બેભાન હાલતમાં રોડ પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત પડયો જોવા મળતા તાબડતોડ ઈજાગ્રસ્ત યુવકને ડ્રાઇવર સંકેત પટેલની મદદથી સરકારી વાહનમાં સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેતા યુવકને સમયસર સારવાર મળી રહેતા આબાદ બચાવ થયો હતો અકસ્માત સ્થળે ઉભેલા ટોળાએ અને સાર્વજનિક હોસ્પિટલ સ્ટાફે પોલીસની કામગીરીની સરાહના કરી હતી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!