શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામ પાસેથી પસાર થતી પાનમ હાઈલેવલ કેનાલ પાસે કાચા રસ્તાનુ ધોવાણ થતા ખેડુતો દ્વારા રસ્તાનુ સમારકામ કરી આપવાની માંગ કરવામા આવી છે.આ મામલે મેરા ગુજરાત દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરવામા આવતા રસ્તા પર પડેલા ગાબડાનુ ત્વરીત સમારકામ હાથ ધરાયુ છે, આ મામલે ગ્રામજનો દ્વારા Mera Gujaratની ટીમનો આભાર માનવામા આવ્યો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાંથી ખેડુતોની જીવાદોરી સમાન પાનમ હાઈલેવલ કેનાલ આવેલી છે. આ કેનાલના પાણી થકી આસપાસના ખેડુતો દ્વારા તેમના ખેતરોને પીયત માટે સિંચાઈનુ પાણી મળી રહે છે.શહેરા તાલુકાના લાભી ગામના ઘોડા ફળિયા પાસેથી પસાર થતી આ પાનમ હાઈલેવલ કેનાલ પસાર થાય છે. આ કેનાલની પાસેથી અવરજવર કરી શકે તે માટે એક કાચો રસ્તો પણ બનાવામા આવ્યો હતો. વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતા એક ખાડો પડી જતા ગ્રામજનો દ્વારા આ મામલે તંત્રને લેખિત રજુઆત કરવામા આવી છે.પણ આ મામલે કોઈ પગલા લેવામા આવતા ન હતા.Mera Gujarat દ્વારા આ ગાબડાને લઈ અહેવાલ પ્રકાશિત કરવામા આવ્યો હતો. જેને લઈને તંત્ર દ્વારા રસ્તા પર પડેલા ગાબડાનુ આખરે પુરણકામ કરવામા આવ્યુ છે. જેસીબી અને ટ્રેકટરને લગાડીને માટીનુ પુરણ રસ્તા પર કરી દેવામા આવતા ગાબડુ પુરાયુ છે. સાથે સાથે ચોમાસા સંભવિત થનારા ખેતરના નુકશાની અટકી જતા ખેડુતો અને ગ્રામજનો દ્વારા પણ Mera Gujaratનો આભાર પ્રગટ કરવામા આવ્યો છે.