38 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ ગુજરાત : મોડાસા અને ગોધરામાં વૈષ્ણોદેવી જતી બસ પર આતંકવાદી હુમલાને લઈને...

ગુજરાત : મોડાસા અને ગોધરામાં વૈષ્ણોદેવી જતી બસ પર આતંકવાદી હુમલાને લઈને હિન્દુવાદી સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

0
144

 

                                                                                પંચમહાલ જીલ્લામા હિન્દુવાદી સંગઠનોએ જમ્મુના વૈષ્ણોદેવી જતી બસ ઉપર શિવખોડી પાસે થયેલા આતંકવાદી હુમલાને લઈને  આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.જમ્મુના વૈષ્ણોદેવી જતી બસ ઉપર શિવખોડી પાસે થયેલા આતંકવાદી હુમલાને લઈને આપ્યું આવેદનપત્ર આપવામા આવ્યુ હતૂ,વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગોધરા એકમ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયુ હતુ,આતંકવાદી હુમલો કરનારા લોકોને પોશતા દેશના અંદરના તેમજ બહારના સંગઠનો તેમજ વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર આપ્યું હતુ. કેન્દ્ર સરકાર દ્વારા આવા આતંકવાદીઓ તેમજ આતંકવાદી સંગઠનો સામે ચોક્કસ અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પણ માંગ કરાઈ હતી.આવેદનપત્ર આપવા મોટી સંખ્યામા કાર્યકરો એકત્ર થયા હતા.                            


અરવલ્લી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને ભગિની સંસ્થાઓએ મોડાસા શહેરના ચાર રસ્તા પર જમ્મુ કાશ્મીરના વૈષ્ણવ દેવી દર્શનાર્થે જઈ રહેલ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદી હુમલાના પગલે પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવી આતંકવાદી તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ કરવામાં આવી હતી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!