26.6 C
Gujarat
Sunday, August 2, 2026
Home ક્રાઇમ અરવલ્લી : કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટીએ 13વર્ષીય સગીરાનું અપહરણ...

અરવલ્લી : કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટીએ 13વર્ષીય સગીરાનું અપહરણ કરી પીંખી નાખતા ફરિયાદ

0
327

 અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની સહારા સોસાયટીમાં રહેતા કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટીની વધુ એક કરતૂત બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે મોડાસા શહેરના કોલેજ રોડ પર રહેતી 13 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ધાકધમકી આપી અવાર-નવાર બળાત્કાર ગુજારી સગીરા અને તેની સંબંધી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં સગીરાએ મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે                                                                             

 

મોડાસા શહેરના કોલેજ રોડ વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાને કઉ-કુકરી ગામના અને મોડાસાની સહારા સોસાયટીમાં રહેતા કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટીએ પાંચ મહિના અગાઉ ધાકધમકી આપી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી સગીરાની મરજી વિરુદ્ધ અવાર-નવાર શરીરસુખ માણી તેમજ સગીરાને અને તેની  સંબધી મહિલાને મોબાઈલ પર અને રૂબરૂ જાનથી મારી નાખવાની ધમકી આપતા કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટીના આતંકનો ભોગ બનેલ ત્રાહિમામ પોકારી ઉઠેલ સગીરાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટી સામે પોક્સો એક્ટ સહિત અન્ય કલમ હેઠળ ગુન્હો નોંધવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!