asd
27 C
Ahmedabad
Monday, October 7, 2024

અરવલ્લી : બહુ ચર્ચિત ધનસુરા PSI સી.એફ.રાઠોડની જાહેરહિતમાં વડોદરા બદલી કરાતા તરહ તરહની ચર્ચા


અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ કોઈપણ રીતે ચર્ચાનું કેન્દ્ર સમયાંતરે બનતા રહે છે અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચેતનસિંહ રાઠોડ ફરિયાદી,વકીલો અને પત્રકારો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા હોવાની બૂમો સતત ઉઠી રહી હતી જીલ્લા એસઓજી પીએસઆઇ તરીકે ફરજ દરમિયાન રાજસ્થાની બુટલેગરને શામળાજી પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારી જીલ્લા પોલીસ સ્ટેશનમાં તત્કાલીન ફરજ બજાવતા પ્રોહિબિશનના ગુન્હા માં સંડોવાયેલ મહેશ ગઢવી નામના પોલીસકર્મીને દર મહિને લાઇન ચલાવવા પાંચ લાખ રૂપિયા હપ્તો આપતો હોવાનું કબૂલાત કરાવી હોવાના આક્ષેપ પણ ઉઠ્યા હતા અરવલ્લી જીલ્લામાં ફરજ દરમિયાન સતત વિવાદમાં રહેલ PSI સી.એફ.રાઠોડની પોલીસ મહાનિરિક્ષક (વહીવટ) દ્વારા વડોદરા બદલી કરી બિન સંવેદનશીલ જગ્યાએ નિમણૂક કરવાનો વોડાદરા શહેર પોલીસ કમિશ્નરને આદેશ કરતા સમગ્ર પોલીસ બેડામાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

 

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા PSI સી.એફ.રાઠોડે સિંઘમ તરીકે છાપ ઉપસાવવા અનેક ધમપાછડા કર્યા હતા અરવલ્લી જીલ્લો રાજસ્થાન રાજ્યને અડીને આવેલો હોવાથી જીલ્લામાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ અને કર્મીઓ બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે ત્યારે એસઓજીમાં પોલીસ સબઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સી.એફ.રાઠોડે બુટલેગરો સાથે નજદીકીયા બનાવી હોવાની ગંધ ગાંધીનગર રેન્જ આઈજી અને ડીઆઈજી સુધી પહોચતાં તેમની બદલી ધનસુરા પોલીસ સ્ટેશનમાં કરી દેવામાં આવી હતી પીએસઆઇ સી.એફ.રાઠોડે બુટલેગરો સાથે જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (P.I)ની પણ મિટિંગ કરાવી હોવાની પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે સીકલીવ પર ઉતરેલા ધનસુરા પીએસઆઈ સી.એફ.રાઠોડની અચાનક વડોદરા બદલી કરી દેવામાં આવતા પોલીસ અધિકારીઓમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!