વર્ષે દહાડે માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધતા હોય છે, તેને લઇને માર્ગ સલામાત માસની ઉજવણી કરવામાં આવે છે. માર્ગ સલામાતી માસ એટલે વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરાવવું, આવા નિયમો લોકો સુધી પહોંચાડવા સહિતની કામગીર એક મહિના સુધી હાંથીના દાંતની જેમ દેખાડાયા છે, પણ જ્યારે પાલન કરવામાં આવે ત્યારે આર.ટી.ઓ. હોય કે પોલિસ માત્ર તમાશબીન બની જતું હોય છે. આવા વાહન ચાલકો જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે કોઈ અકસ્માત થાય તો પોલિસ ખાનાપૂર્તિ કાર્યવાહી કરે છે, તે જગજાહેર છે. રાજકોટ અગ્નિકાંડમાં પણ ઘણાં લોકો અમૂલ્ય જીવન તંત્રના વાંકે ગુમાવ્યું અને હવે કાર્યવાહી ના નામે ઢોંગ થતો હોવાની પણ ચર્ચાઓ ચાલી છે.
અરવલ્લી જિલ્લામાં રાત પડે અને બાઈક લવર ને ખુલ્લો દોર મળી જતો હોય તેવું સ્પષ્ટ લાગે છે. મોડાસાના માલપુર રોડ પર દિવસ દરમિયાન અને ખાસ કરીને રાત્રીના સમયે જાણે ફટાકડા ફુૂટતા હોય તેમ બાઈક ચાલકો બેફામ બાઈક હંકારતા હોય છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બાઈક ચાલક માલપુર રોડ પરથી પસાર થાય છે અને ફટાકડા ફોડતો જાય છે. વાંક માત્ર બાઈક ચાલક કે જે ફઠાકડા ફોડે છે, તેનો નથી પણ આવા બાઈકના સાયલેન્સર ના ફટાકડા વેચનાર પણ તેટલો જ જવાબદાર છે, પણ પોલિસને આવું કંઈ દેખાતું નથી.
જો કોઈ દુર્ઘટના સર્જાય તો પોલિસ રઘવાયી બની જાય છે કારણ કે, દુર્ઘટના બની છે એટલે કાર્યવાહી તો કરવી પડે ને.. નામપૂરતી કાર્યવાહી થાય એટલે પ્રજા કે ઉચ્ચ અધિકારીઓ કોઈ સવાલ ન કરે. કારણ કે, પોલિસ તો કાર્યવાહી કરે જ છે. સવાલ એ નથી કે પોલિસ કાર્યવાહી કરે છે, સવાલ એ છે કે, પોલિસ પછી કાર્યવાહી કરે છે તે પહેલા કેમ નથી કરતી તે સવાલ છે. એટલું જ નહીં બાઈક તો નિયમ મુજબ કંપનીમાંથી આવે છે, પણ મોડિફાઈ તો ચાલકો કરાવે છે, અને આ સ્પેરપાર્ટ કેમ મળે છે તે સવાલ છે. આવા ફટાકડા બાઈકમાં લગાવીને સીનસપાટા કરવા, રીલ્સ બનાવવી તે આજે એક ટ્રેન્ડ બની ગયો છે. આવો ટ્રેન્ડ કોઈ વ્યક્તિ માટે કદાચ જોખમી બની ન જાય તેનું પણ મોડાસા ટાઉન પોલિસે તમાશબીન બન્યા વિના ધ્યાન રાખવું જોઈએ.