સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા લેબ ટેક્નેશિયનના હક્કના પૈસામાંથી સાથી આરોગ્ય કારમી અને બાયડ જીતપુર સીએચસીના હેડક્લાર્ક યશવંત પટેલનો ડોરો હોવાનું જાણી ચોંકી ઊઠ્યો હતો
અરવલ્લી જીલ્લો ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે કેટલાક સરકારી અધિકારીઓ અને કર્મીઓ લાંચ લીધા વગર સરકારી કામકાજનું કાગળિયું ટેબલ પરથી આગળ વધારતા ન હોવાની બૂમો ઉઠી છે ત્યારે દસ દિવસના સમયગાળામાં વધુ એક લાંચિયા કર્મીને ગાંધીનગર એસીબીએ લાંચ લેતા દબોચી લેતા લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે જીલ્લા આરોગ્ય તંત્રમાં ભ્રષ્ટાચાર એજ શિષ્ટાચાર બાની રહ્યો હોવાની બૂમો વચ્ચે બાયડના જીતપુર સીએચસીનો ક્લાર્ક રાજીનામું આપનાર લેબ ટેકનેશિયનના હક્કના પૈસામાંથી લાંચ માંગતા લેબ ટેક્નેશિએશન ચોંકી ઉઠ્યો હતો લાંચિયા કર્મીને પાઠ ભણાવવા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી 7 હાજર રૂપિયા લાંચ લેતો દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
બાયડ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનેશિયન તરીકે ફરજ બજાવતા આરોગ્ય કર્મીએ રાજીનામું આપ્યું હતું લેબ ટેક્નેશિયને ફરજ દરમિયાન જાહેર રજાના બિલ જીતપુર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હેડક્લાર્ક યશવંત મોકમ પટેલે બિલ અટકાવી રાખી લેબ ટેકનેશિયન પાસે બિલ બનાવવા સાત હજાર રૂપિયાની લાંચ માંગતા લેબ ટેક્નેશિયન તેના હક્કના પૈસા પર લાંચિયા ક્લાર્કે ડોરો નાખતા લેબ ટેકનેશિયને ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો
ગાંધીનગર એસીબીએ લેબ ટેકનેશિયન સાથે રાખી છટકું ગોઠવ્યું હતું અને જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના હેડ ક્લાર્ક યશવંત મોકમ પટેલ ને જીતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનેશિયન પાસેથી લાંચના 7 હજાર રૂપિયા લેતાની સાથે આજુબાજુમાં રહેલી ગાંધીનગર એસીબીએ ત્રાટકી લાંચિયા ક્લાર્કને ઝડપી લેતા એસીબી ટ્રેપ જાણ થતા લાંચિયો આરોગ્ય ક્લાર્કના મોતિયા મરી ગયા હતા આરોગ્ય કર્મી લાંચ લેતો ઝડપાયો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા આરોગ્ય વિભાગમાં સન્નાટો છવાયો હતો