મોડાસાના હંગામી બસ સ્ટેન્ડમાં શોભાના ગાંઠિયા સમાન ત્રણ પંખામાંથી એક પંખો બંધ હોવાથી અને અન્ય બે પંખા હવા આપતા ન હોવાથી અસહ્ય ગરમીમાં મુસાફરો શેકાઈ રહેવા મજબુર
દેશના વધપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ સાત વર્ષ અગાઉ મોડાસા શહેરની મુલાકાત લઇ મોડાસા શહેરને આઇકોનિક બસ પોર્ટની ભેટ આપતાં મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં આનંદ છવાયો હતો આઇકોનિક બસપોર્ટના ડિજિટલ ખાત મુહર્તને સાત વર્ષ જેટલો સમય વીતવા છતાં આઇકોનિક બસ પોર્ટના લોકર્પણની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે આઈકોનિક બસ સ્ટેન્ડ નિર્માણ માટે મોડાસા એસટી ડેપોને ચાર રસ્તા સહકારી જીનના મેદાનમાં ખસેડવામાં આવ્યું છે ત્યારે હંગામી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે
મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી આઇકોનિક બસ પોર્ટના ભોગે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દરરોજ હજ્જારોની સંખ્યામાં મુસાફરોની અવર-જવર રહેતી હોવા છતાં હંગામી બસ સ્ટેન્ડમાં પતરાના શેડ પણ નાના હોવાથી મુસાફરોને ન છૂટકે તડકામાં બહાર ઉભા રહેવું પડી રહ્યું છે પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં એસટી તંત્ર ઊણુ ઉતરી રહ્યું છે તદઉપરાંત હંગામી બસ સ્ટેન્ડમાં શૌચાલયના પણ ઠેકાણા ન હોવાની સાથે ગંદકીથી ખદબદી ઉઠતા મુસાફરો આઇકોનિક બસ પોર્ટના જાકમઝોળની સુવિધાઓ ઉપલબ્ધ થશે ત્યારે થશે હાલ તો હંગામી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાના અભાવથી મુસાફરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ડેપો મેનેજર અને તંત્ર જાણે ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે મુસાફરોમાં હંગામી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવેની માંગ ઉઠી છે હાલ ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે હંગામી બસ સ્ટેન્ડમાં પતરાના શેડ પુરતા પ્રમાણમાં ન હોવાથી મુસાફરોની વરસાદમાં સ્થિતિ કફોડી બને તો નવાઈ નહીં..?બસ સ્ટેન્ડમાં પંખા વધારવામાં આવેની મુસાફરોમાં માંગ પ્રબળ બની છે