અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુન્હો અને માલપુર પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચારના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર કાલિયાકુવાના સોમા ચેહરા ડામોરને રાજકોટના શાપર ના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ભોગ બનનાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટીમ બનાવી મેઘરજ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલવા બાતમીદારો સક્રિય કરતા અપહરણકર્તા સોમા ચેહરા ડામોર ભોગ બનનાર સાથે રાજકોટ જીલ્લાના શાપર વિસ્તારમાં ગોલ્ડન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસની ટીમ તાબડતોડ શાપર વિસ્તારમાં પહોંચી સોમા ચહેરા ડામોર અને ભોગ બનનાર યુવતીને ઝડપી લીધા હતા છેલ્લા દોઢ વર્ષથી ફરાર સોમા ચહેરા ડામોર અને ભોગ બનનાર યુવતીની ડેલીએ પોલીસ જોઈ ચોંકી ઊઠ્યા હતા એલસીબી પોલીસે બંનેની અટકાયત કરી બે-બે પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો