18.9 C
Ahmedabad
Monday, February 10, 2025

અરવલ્લી : માલપુરમાં જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશનનો સંયુક્ત શપથ સમારોહ યોજાયો,સેવાકીય કાર્યો માટે હોદ્દેદારો સમર્પિત


અરવલ્લી જીલ્લામાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર અને જરૂરિયાત મંદ પરિવારોની મદદ માટે હંમેશા તૈયાર રહેતા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પર્યાવરણ બચાવો અભિયાન સાથે પશુ-પક્ષીઓની આરોગ્યલક્ષી સેવા માટે તત્પર રહે છે અરવલ્લી જીલ્લા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશનનો સયુંક્ત શપથવિધિ સમારોહ માલપુર જાયન્ટ્સના યજમાન સ્થાને રક્ષેશ્વર મહાદેવ હોલ ખાતે યોજાયો હતો શપથ લેનાર હોદ્દેદારોએ સેવાકીય કાર્યો માટે સતત કાર્યશીલ રહેવાનો નિર્ધાર કર્યો હતો.              ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી સામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા અરવલ્લી જિલ્લા પરિવાર ઝોન 1 ના જાયન્ટસ મોડાસા,માલપુર, બાયડ,ભિલોડા,ધનસુરા,મેઘરજ અને જાયન્ટસ સહિયર માલપુર અને મોડાસાની નિમાયેલ નવીન હોદ્દેદારો અને ટીમની સયુંકત શપથ વિધિ સમારોહ માલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે યોજાયો હતો.સ્વદેશી અને સ્વૈચ્છિક સંસ્થા જાયન્ટસ દ્વારા શૈક્ષણિક,આરોગ્ય, સામાજિક,પર્યાવરણ ,પશુ પક્ષી સારવાર ,વ્યસનમુક્તિ,સ્વચ્છતા જાગૃતતા અને રાષ્ટ્રીય ભાવના જેવા વિવિધ સેવાકીય કાર્યો કરવાનું બીડું ઝડપીને સમાજને સમર્પિત કરેલ છે.

Advertisement

 

Advertisement

માલપુર ખાતે યોજાયેલ જાયન્ટસ અરવલ્લી જિલ્લા પરિવાર ઝોન -1 ના સયુંકત શપથવિધિ સમારોહના ઉદઘાટક જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશનના દ્રુપદ ભાઈ જોષી અને હિંમતનગર ધારાસભ્ય વિનેન્દ્રસિંહજી ઝાલા અને મુખ્ય મહેમાનોમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ,જાયન્ટસના વાઇસ ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ,ઝોન1 પ્રમુખ જશવંતભાઈ પટેલ,એડવાઈઝર નિલેષભાઈ જોષી અને જાયન્ટસ અરવલ્લી માલપુરના પ્રમુખ મહેશભાઇ ડી પટેલ અને મંત્રી અમરીશભાઈ પંડયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને નવીન નિમાયેલ અરવલ્લી જિલ્લાના 6 તાલુકાના જાયન્ટસ 2024 ના નવીન હોદ્દેદારોને સપથ લેવડાવીને શિલ્ડ પહેરાવીને જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશનના સામાજિક કાર્યોને વેગવંતુ બનાવવા માટે જોડ્યા હતા. જાયન્ટસ અરવલ્લી જીલ્લાના માલપુરમાં પ્રમુખ મહેશભાઇ પટેલ,મોડાસામાં સાકરીયાવાળા રમેશભાઈ પ્રજાપતિ, બાયડમાં સંજયભાઈ શાહ,ધનસુરામાં આકાશભાઈ બ્રહ્મભટ્ટ,ભિલોડામાં જીત ત્રિવેદી,મેઘરજમાં મહેશભાઇ.કે પટેલ અને જાયન્ટસ મોડાસા સહિયરના પ્રમુખ જ્યોત્સના બેન પ્રજાપતિ ,માલપુર સહિયર પ્રમુખ રીટાબેન સુથાર તેમજ સમગ્ર ટીમને સયુંકત શપથવિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 1 ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, માલપુર તાલુકા પંચાયત કચેરી ભાગ્યશ્રીબેન પંડયા,ઝોન ડાયરેકટર પ્રવીણભાઈ પરમાર,ઝોન ઓફિસર અતુલભાઈ સુથાર,ડાયરેકટર ઝોન1 વનિતાબેન પટેલ ઉપસ્થિત રહીને નવીન નિમણુક પામેલ અરવલ્લી જાયન્ટસના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!