અરવલ્લી જીલ્લામાં ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ સમાજના ઉથ્થાન માટે અને વ્યસન મુક્તિ કાર્યક્રમો તેમજ સમાજ સેવાના કર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે BKTS અને જય માતાજી ગ્રુપ દ્વારા રવિવારે બાયડની કેસર હોસ્ટેલમાં સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજ્યો હતો
બાયડ શહેરની કેસર હોસ્ટેલમાં ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ અને જય માતાજી ગ્રુપ દ્વારા ધો.૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ક્રાયક્રમમાં મુખ્ય મહેમાનો માં પ્રો. ખાંટ શંકરસિંહ, પ્રોફેસર, પ્રો.ડો. બી. સી. રાઠોડ , બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા, બાયડ તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર , ચંદ્રપાલસિંહ ખાંટ (બી કે ટી એસ પ્રમુખ), મુકેશસિંહ પરમાર(જય માતાજી ગ્રુપ પ્રમુખ), કિશનસિંહ ચૌહાણ,ગુલાબસિંહ ખાંટ(શિક્ષક), ધર્મેન્દ્રસિંહ પરમાર (શિક્ષક) સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા