29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગોધરા : NEET પરીક્ષા કૌભાંડ FIRની તપાસ સી.બી.આઇ.ને સોંપવા રાજ્ય સરકારનો નિર્ણય

ગોધરા : NEET પરીક્ષા કૌભાંડ FIRની તપાસ સી.બી.આઇ.ને સોંપવા રાજ્ય સરકારનો નિર્ણય

0
145

પંચમહાલ 

NEET UG – 2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન  ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. 

 આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે.  આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ  પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે.  આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે.  રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!