ભિલોડા બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા બાબતે મામલતદાર કચેરીમાં ભિલોડાના એડવોકેટો ધ્વારા આવેદનપત્ર આપ્યું હતું.
ગુજરાત રાજ્યમાં GUJARAT ADVOCATE PROTECTION ACT પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત અંગે ગુજરાત રાજ્યના જુદા-જુદા બાર એસોસિએશન તરફથી સંયુક્ત રજુઆત કરાઈ હતી.ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશન સભ્યોનું સંગઠન રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવાર-નવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ઘ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી સંયુક્ત રજુઆત કરી રહ્યા છે.
ભિલોડા બાર એસોસિએશન પ્રમુખ આર.જે.ડાભી, ઉપ પ્રમુખ બી.એમ.પારઘી, ઉપ પ્રમુખ એન.કે.બોડાત, મંત્રી આર.કે.મનસુરી, સહમંત્રી ડી.એલ.ઘમલાવત, ખજાનચી એમ.જે.ડાભી, બી.વી.ચંપાવત, આર.યુ.મનસુરી, આઈ.કે.રાઠોડ, એસ.ડી.જોષી, એસ.એસ.ચૌધરી સહિત મોટી સંખ્યા એડવોકેટો ધ્વારા ભિલોડા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર મયુરભાઈ પટેલ ને આવેદનપત્ર અપાયું હતું.
એડવોકેટ આપણા કાનુની પ્રણાલીનો અભિન્ન ભાગ છે.વકીલો પર અત્યાર સુઘીના હિંસાના બનાવો, હિંસા અને હુમલાના બનાવો, ઘમકીઓ અને દુરવ્યહવાર, વધારાની આવશ્યકતાઓ, કાયદાકીય સુરક્ષા, જવાબદારી અને કાયદાકીય કાર્યવાહી, સારી અને સન્માનજનક સુવિધાઓ, વકીલોનું ગૌરવ આત્મસનમાન વધારો કરી શકે, સર્વે એડવોકેટોની અપીલ છે કે, ગુજરાત રાજ્ય વિધાનસભા ADVOCATE PROTECTION ACT (વકીલ સુરક્ષા અધિનિયમ) તાત્કાલિક પસાર કરે, વકીલોના હિતને સુરક્ષિત કરે, કાનુની વ્યવસાય શાંતિપૂર્ણ વાતાવરણમાં સુનિશ્ચિત કરે તેમ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું હતું.