38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસાના યુવકનો પીછો કરી બ્લોક ફેક્ટરી નજીક 5 યુવકોએ ઢોર...

અરવલ્લી : મોડાસાના યુવકનો પીછો કરી બ્લોક ફેક્ટરી નજીક 5 યુવકોએ ઢોર માર મારી હોકી વડે હુમલો કર્યો

0
73

 

 

મોડાસા શહેરની હિદાયત પાર્ક સોસાયટી રહેતો યુવક બાઇક પર અને તેની સાથે રહેલ યુવતી એક્ટિવા લઇ ડેમ બાજુ ફરવા નીકળતા બે મુસ્લિમ સમાજના યુવકોએ બાઇક પર પીછો કરી યુવકને તમે કેમ અમારી પાછળ આવો છો કહી યુવકને ગડદા-પાટુનો માર મારી હોકી માથામાં ફટકારી હુમલો કર્યો હતો હુમલાખોરના સમર્થનમાં ત્રણ યુવકો કાર લઇ પહોંચી યુવકને ઢોર માર મારતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ યુવકને બચાવી લીધો હતો હુમલાખોર યુવકો જાનથી મારી નાખવાની ધમકી આપી  ફરાર થઈ ગયા હતા                                     

મોડાસા શહેરની હિદાયત પાર્ક સોસાયટીમાં રહેતો અમાન ઇદ્રિશભાઈ ચોપાનેરીયા નામનો યુવક રવિવારે રજાના પગલે બાઇક પર અને તેની સાથે એક યુવતી એક્ટિવા લઇ બંને સાથે ફરવા નીકળ્યા હતા બ્લોક ફેક્ટરી નજીક બાઇક પર પાછળથી પીછો કરનાર મોહંમદ ઇકબાલ કોકડી અને મુસ્તફા વોરા નામના યુવકે અમારી પાછળ પાછળ કેમ આવો છો કહીં અમાન ચોપાનેરિયાને ફેટ પકડી લઇ ગડદા-પાટુનો માર મારી મહમંદ કોકડીએ માથાના ભાગે હોકી ઝીંકી દેતા યુવક લોહી-લુહાણ બન્યો હતો મહમંદ કોકડીએ તેના ભાઈ ઉજેફાને ફોન કરી બોલાવતા ઉજેફા કોકડી,સમીર બાંડી અને અયાન બાંડી કાર લઇ સ્થળ પર પહોંચી અમાનને માર મારી લાકો દોડી આવતા ફરાર થઈ ગયા હતા   

મોડાસા રૂરલ પોલીસે અમાન ઇદ્રિશભાઈ ચોપાનેરીયા 1) મોહંમદ ઇકબાલ કોકડી (રહે,મદીના મસ્જીદ પાસે-મોડાસા),2)મુસ્તુફાભાઇ વોરા (રહે,વ્હોરવાડ-મોડાસા),3)ઉજેફા ઇકબાલ કોકડી ((રહે,મદીના મસ્જીદ પાસે-મોડાસા),4)સમીર મુન્ના બાંડી (રહે,હિદાયત પાર્ક-મોડાસા) અને અયાન સિકંદર બાંડી (રહે,આંબાવાડી-મોડાસા) સામે ગુન્હો નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!