શામળાજી પોલીસે 12 કલાકમાં બે કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો, વિસનગર કાંસાનો વેપારી જેલના સળિયા પાછળ
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ બુટલેગરો માટે સેફ હેવન તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ સહિત અંતરિયાળ વિસ્તારની આંતરરાજ્ય સરહદો પર શામળાજી પોલીસે નાકાબંધી કરી રાઉન્ડ ધી ક્લોક વાહનોનું સઘન ચેકિંગ કરી બુટલેગરોના વિદેશી દારૂ ઘુસાડવાના નિતનવા કીમિયાને નિષ્ફળ બનાવી રહી છે શામળાજી પોલીસે એક જ દિવસમાં બલેનો અને સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વિસનગર કાંસાનો વેપારી રાજસ્થાનથી સેન્ટ્રો કારમાં વિદેશી દારૂ પુત્રીની બર્થડે પાર્ટીમાં મહેમાનો માટે લઇ જતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી બલેનો કારને અટકાવવાનો પ્રયત્ન કરતા બૂટલેગરે કાર ફૂલસ્પીડે હંકારી મૂકતાં શામળાજી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી હાઇવે પર બ્લોક કરાવતા કાર ચાલક બુટલેગર અને તેની સાથે રહેલ શખ્સ કાર રોડ પર મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-84 કિં.રૂ.1.22 લાખ રૂપિયા અને કાર મળી રૂ.4.22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પોલીસે અન્ય એક સેન્ટ્રો કારને અટકાવી તલાસી લેતા કારની પાછળની સીટમાં રહેલા વિમલના થેલામાં અને પાછળ ડેકીમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-90 કિં.રૂ.26960/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક મહેશ નંદલાલ મણિયાર (રહે,સર્વોદય સોસાયટી, કાંસા-વિસનગર)ને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઈલ અને કાર મળી કુલ.રૂ.1.28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વિસનગર કાંસાનો વેપારી મહેશ મણિયાર રાજસ્થાન સાસરીમાં ગઈ પરત ફરતાં તેની પુત્રીનો જન્મદિવસ આવતો હોય મહેમાનોને પાર્ટી આપવા વિદેશી દારૂ અલગ-અલગ ઠેકા પરથી ભરી લઇ જતો હોવાની કબૂલાત કરતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી