અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે પીડિત ખેડૂત અને તેના પરિવારને યોગ્ય ન્યાય મળશેની હૈયાધારણા આપી હતી
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને જાણે વિવાદમાં રહેવાની આદત પડી ગઈ હોય તેમ છાશવારે ખાખીને બદનામ કરી રહ્યા છે મેઘરજ તાલુકાના વડથલી ગામના ખેડૂતની જમીનનો વિવાદ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતની જમીન ગેરકાયદેસર પચાવી પાડતા સખ્શોના સમર્થનમાં ઈસરી પોલીસ સ્ટેશનના વડથલી આઉટ પોસ્ટના જમાદારે અન્ય બે પોલીસકર્મીઓ સાથે ખેતરમાં પહોંચી ભૂમાફિયાનો સમર્થનમાં ખેડૂતની જમીન ટ્રેક્ટરથી ખેડી નાખી પૈસા પરત માંગી ખોટા કેસમાં ભરાઈ દેવાની ધમકી આપતાં ખેડૂત પરિવાર ફફડી ઉઠી જીલ્લા SPને રજૂઆત કરી હતી વડથલી આઉટ પોસ્ટના જમાદાર સામે ખેડૂતે આક્ષેપ કરતા પોલીસબેડામાં ચર્ચાંનો દોર શરૂ થયો છે
મેઘરજ તાલુકાના વડથલી ગામના ભવાનભાઈ પૂંજાભાઈ ખાંટની ખેતીની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા મનોજ ચંદુભાઈ બામણીયાએ એક તલાટી સાથે મળી ખોટી નોંધ બનાવી અને ખોટા આધાર પુરાવા ઉભા કર્યા હતા અને ખેડૂતના પિતાના ભાઈ તરીકે વારસાઈ મંજૂર કરાવવા જતા ખેડૂતને જાણ થતાં તેને પ્રાંત અને કલેક્ટર કચેરીમાં વાંધા અરજી કરતા ખેડૂતના પક્ષમાં નિર્ણય આવ્યો હતો હાલ જમીનનો સમગ્ર મામલો હાઇકોર્ટમાં છે ત્યારે ખેડૂતને ડરાવવા મનોજ બામણીયા અને તેના પરિવારે વડથલી જમાદારની મદદ લેતા ખેડૂત પરિવારે જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી
ઈસરી પોલીસ સ્ટેશનના વડથલી આઉટપોસ્ટના જમાદાર સંજયભાઈ કાળાભાઈ કટારા બે પોલીસકર્મીઓ સાથે ખેડૂતના ઘરે પહોંચી તમારું ખેતર ખેડવા પૈસા મળ્યા હોવાનું જણાવી જો તુ પૈસા આપે તો ખેતર નહીં ખેડીએ કહી ધમકી આપતા ખેડૂતે તેની પાસે પૈસા ન હોવાનું જણાવતા વડથલી આઉટ પોસ્ટનો વહીવટદાર બાબુ મોતી ગોધાની મિલિભગતથી કેશા ચંદુ બામણીયાના ટ્રેક્ટર વડે ખેતર ખેડી નાખ્યું હતું અને ખેડૂતને ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતા અને ભૂમાફિયાઓ જાનથી મારી નાખેના ડરથી પીડિત ખેડૂત ભવાનભાઈ પૂંજાભાઈ ખાંટ પરિવાર સાથે જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી