26.6 C
Gujarat
Sunday, August 2, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાની ઓમનગર સોસાયટીમાં નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે વૃક્ષારોપણ કર્યું

અરવલ્લી : મોડાસાની ઓમનગર સોસાયટીમાં નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે વૃક્ષારોપણ કર્યું

0
135

શહેરીજનોને વૃક્ષારોપણ કરવા આહવાન વૃક્ષોના આડેધડ નિકંદથી ક્લાઈમેટ ચેન્જની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જંગલ વિસ્તારમાં વધારો થાય તેમજ વૃક્ષારોપણ પર ભાર મૂક્યો છે સરકાર વૃક્ષારોપણ માટે મફત વૃક્ષો સાથે જનજાગૃતિ કાર્યક્રમો કરી રહી છે જોકે વૃક્ષારોપણ ફોટો સેશન બની રહે છે ત્યારે મોડાસા શહેરની ઓમનગર સોસાયટીમાં નગર પાલિકા પ્રમુખ નીરજ શેઠના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું નીરજ શેઠે વૃક્ષ વાવણી સાથે વૃક્ષ સંપૂર્ણ પણે ઉછરે ન થાય ત્યાં સુધી નૈતિક જવાબદારી સમજી વૃક્ષનું રક્ષણ કરવામાં આવે અને શહેરના રહેણાંક વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષ વાવણી કરી ઉછેરવામાં આવેની અપીલ કરી હતી

 

મોડાસા શહેરની ઓમનગર સોસાયટીમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ સોસાયટી પ્રમુખ સુરેશ ભાટિયા,વરિષ્ઠ પત્રકાર ભરત કડિયા અને સોસાયટીના રહીશોએ સોસાયટીના કોમન પ્લોટમાં અને ઘર આગળ વૃક્ષારોપણ કર્યું હતું ઓમનગર સોસાયટીના રહીશોએ ઉત્સાહ પૂર્વક વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!