28.1 C
Gujarat
Sunday, August 2, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ માં પ્રવેશ ઉત્સવ ઉજવાયો

અરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ માં પ્રવેશ ઉત્સવ ઉજવાયો

0
232

અરવલ્લી જિલ્લામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે શુભારંભ થયો છે.આ શ્રેણીમાં અરવલ્લી જિલ્લામાં તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં મહાનુભાવો,અધિકારીશ્રીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ની શ્રી જી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં શાળા માં પ્રવેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

અરવલ્લી જિલ્લા ખેતી નિયામક આર એસ પટેલ ના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે,શિક્ષણને લઈને રાજ્ય સરકારશ્રીએ ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત તમામ ભૌતિક સુવિધાઓ પૂરી પાડી છે.દરેક વાલીને સંબોધીને તેમણે કહ્યું કે,કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ના રહેવું જોઈએ,આ આપણા સૌ કોઈની જવાબદારી છે. તેમણે શાળા પરિવારને માઇક્રો પ્લાનિંગ થકી ગુણવત્તાપૂર્વક શિક્ષણ આપવા સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.જ્યાં ધોરણ 9 ના 220 અને ધોરણ 11 ના 300 જેવા વિર્ધાથીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યાં શાળા ના બાળકો ને પુસ્તક વિતરણ કરવામાં આવ્યો અને વૃક્ષારોપણ કાર્યક્રમ pan યોજાયો હતો જ્યાં આ પ્રસંગે શાળા મંડળ ના પ્રમુખ બિપિનભાઈ શાહ, શાળા ના આચાર્ય ડો.રાકેશભાઈ મહેતા સહિત કમિટીના સભ્યશ્રીઓ, શિક્ષકો સહિત ગામના લોકો અને શાળાના બાળકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!