33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines આવ રે વરસાદ…!! વરસાદની આતુરતાથી રાહ જોતા અરવલ્લીના ખેડૂતો : વાદળોની ઘેરાબંધી...

આવ રે વરસાદ…!! વરસાદની આતુરતાથી રાહ જોતા અરવલ્લીના ખેડૂતો : વાદળોની ઘેરાબંધી પછી મેઘાની હાથતાળી

0
107

અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ રિસામણા લીધા હોય તેવી સ્થિતિથી ખેડૂતો સહિત પ્રજાજનો ચિંતિત બન્યા છે જીલ્લાવાસીઓ કાગડોળે આકાશ તરફ મીટ માંડી મેઘરાજાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે જુન મહિનો અંતિમ પડાવમાં છે છતાં જીલ્લાના કેટલાક પંથકમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે ખેડૂતો સાર્વત્રિક વાવણી લાયક વરસાદ નહીં થતાં નિરાશા અનુભવી રહ્યા છે વાદળછાયા વાતાવરણથી અસહ્ય બફારા અને ઉકળાટથી પ્રજાજનો તોબા પોકારી ઉઠ્યા છે

અરવલ્લી જીલ્લામાં સતત વધતા ભેજના પ્રમાણ સાથે વાદળો બંધાઈ રહ્યા છે વાદળોની આવનજાવન વચ્ચે ઉંચા ભેજના કારણે અનુભવાતા અસહ્ય ઉકળાટે જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે જીલ્લામાં સારા વરસાદ ની આશાએ ખેડૂતો ખેતરો ખેડીને તૈયાર કરી બેઠો છે આ સાથે ખાતર, દવા, બિયારણ પણ તૈયાર છે પણ વરસાદ નથી જેથી ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે કે ક્યારે વરસાદ પડે અને વાવેતર શરૂ કરે પરંતુ ખેડૂતોની આશા ઠગારી નીવડી રહી હોય જાણે કુદરત રૂઠી હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે જીલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી ખેડૂતોની આશા બંધાઈ છે ગુરુવારે આકાશે કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી પછી ધીરેધીરે વાદળો વિખેરાઈ જતા લોકો મેઘાનું મંડરાણની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે અસહ્ય ઉકળાટ બફારાથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે પશુ-પંખીઓ પણ વિહવળ બન્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!