ભિલોડા
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાની પી.એમ શ્રી ગુરૂકુળ આશ્રમ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આનંદ ઉલ્લાસભેર યોજાયો હતો.મુખ્ય મહેમાન સંજયકુમાર કેસવાલા (I.P.S) મદદનીશ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ, સાબર સેવા સંધ, પાલ્લા – સંચાલક – બી.ટી.નાયી, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ રાજેશભાઈ નિનામા, C.R.C નારાયણભાઈ પટેલ, શાળાના આચાર્ય, શિક્ષકો, UGVCL સ્ટાફ, આરોગ્ય વિભાગ સ્ટાફ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.ચોમાસાની સિઝન દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.સાબર સેવા સંધ, પાલ્લા – સંસ્થાન ના મુરબ્બી વડીલ બી.ટી.નાયી પરીવાર તરફથી બાળકોને તિથી ભોજન આપ્યું હતું.વિજયભાઈ નાયી એ આભાર વિધિ કરી હતી.