અરવલ્લી જીલ્લામાં છેલબટાઉ યુવાનો યુવતીઓ અને સગીર બાળકીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાનું રાજસ્થાની યુવક અપહરણ કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસે અપહરણ થયેલી સગીરાના માતાની ફરિયાદના આધારે રાજસ્થાની શખ્સ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના જગાબોર ગામનો મનોજ દિનેશ જોષીયારા નામનો યુવક શામળાજી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારની સગીરાને લલચાવી ફોસલાવી બાઇક પર અપહરણ કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી સગીરાને બાઇક પર અપહરણ થતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી જોકે સગીરાનો કોઈ અત્તોપત્તો ન લાગતા સગીરાનો પરિવાર બેબાકળો બન્યો હતો સગીરાની માતાએ શામળાજી પોલિસ સ્ટેશનમાં રાજસ્થાનના જગાબોર ગામના મનોજ દિનેશ જોષીયારા નામના શખ્સ સામે ગુન્હો નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી અપહત્ય સગીરાનો છુટકારો કરાવવા ચક્રો ગતિમાન કર્યા હતા