પંચમહાલ
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પાછલા 4 દિવસની સીબીઆઈની ટીમ દ્વારા નીટ પરિક્ષા પાસ કરાવાના કૌભાંડને મામલે તપાસ શરુ કરવામા આવી છે. શુક્રવારના રોજ સીબીઆઈ દ્વારા આ સમગ્ર મામલામા સંડોવાયેલા આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટેમા અરજી કરવામા આવી હતી. પણ અરજી પણ વધુ સુનાવણી આજે શનિવારના રોજ હાથ ઘરવામા આવી હતી. જેમા કોર્ટ દ્વારા આ નીટ પરિક્ષા કૌભાડમાં સંડોવાયેલા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામા આવ્યા છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ શાળા ખાતે યોજાયેલી નીટ પરિક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને પાસ કરાવાના મામલે સમગ્ર કેસ હવે સીબીઆઈના હાથમાં છે.સીબીઆઈના અધિકારીઓ છેલ્લા પાચ દિવસની ગોધરામા ધામા નાખીને બેઠા છે.સમગ્ર મામલાની ચીવટપુર્વક તપાસ કરી રહ્યા છે. આ મામલે વિદ્યાર્થીઓ, તેમજ વાલીઓ,અને શાળા સચાલંકની પણ પુછપરછ કરી છે. સીબીઆઈ દ્વારા આ મામલે પંચમહાલ પોલીસે ધરપકડ કરેલા આરીફ વોરા, તુષાર ભટ્ટ, પુરુષોત્તમ શર્મા,વિભોર આનંદની રિમાન્ડ માટે કોર્ટમા અરજી ગતરોજ દાખલ કરી હતી, બંને પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામા આવી હતી. પણ આ મામલે વધુ સુનાવણી શનિવારના રોજ આજે રાખવામા આવી હતી.જ્યા કોર્ટ દ્વારા 4 આરોપીઓના 4 દિવસ માટેના રિમાન્ડ મંજુર કરવામા આવ્યા હતા. આમ હવે આરોપીઓની કસ્ટડી સીબીઆઈ પાસે આવતા પુછપરછનો દોરમા ચોકાવનારા ખુલાસા આવે તે વાતને નકારી શકાય તેમ નથી.





