જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ઝોન – ૧ના સંયુક્ત ઉપક્રમે તથા જાયન્ટ્સ પરીવાર, મહેસાણાના સંકલનથી અને દાતાઓના સહયોગથી ધોરણ – ૧ માં સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહેલા નાના બાળકો માટે શૈક્ષણિક કિટ્સ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન, ભિલોડા પરીવાર ધ્વારા વાંસળી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ નો વિતરણ કાર્યક્રમ નિવૃત્ત સચિવ રતીલાલ મેણાતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જીત ત્રિવેદી, મંત્રી કાંતિલાલ પટેલ, જગદીશભાઈ પટેલ, સાગર જોષી, કલ્પેશ ચૌહાણ, સંજય પંચાલ સહિત હોદ્દેદારો, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વાંસળી પ્રાથમિક શાળાના આચાર્ય રશ્મીનભાઈ કે. કલાસવા સહિત સ્ટાફ પરીવારે શૈક્ષણિક કિટ્સ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.બાળકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.