અરવલ્લી જીલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃતિઓ આચરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા તાબાનાં અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવેલી છે. જે અન્વયે ધનસુરા પોલીસ મથકના પીએસઆઇ બી.બી.ડાભાણિ અને તેમની ટીમે રહિયોલ ગામ નજીક મોડાસા-ધનસુરા તરફથી આવતાં વાહનોનું ચેકિંગ કરી રહી હતી.ત્યારે અલ્ટો કે-10 કાર માં વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી મળતા કારને અટકાવી તલાસી લેતા કારમાં બેઠેલ અમદાવાદની ત્રણ મહિલા બુટલેગરના થેલામાં સંતાડેલ 35 હજારથી વધુનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર ચાલક સહિત ત્રણ મહિલા બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ધનસુરા પોલીસે મોડાસા-ધનસુરા હાઇવે પર પેટ્રોલીંગ દરમિયાન મોડાસા તરફથી કાળા કલરની અલ્ટો કે-10 કારમાં એક યુવાન અને ત્રણ મહિલા બુટલેગર રાજસ્થાનના બીછીવાડાના ઠેકા પરથી વિદેશી દારૂ થેલામાં ભરી અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે રહિયોલ રેલ્વે ફાટક નજીક વોચ ગોઠવી બાતમી આધારિત અલ્ટો કાર આવતા અટકાવી કારની અંદર બેઠેલ ત્રણ મહિલાઓ પાસે રહેલા થેલા ચેક કરતા થેલાઓમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ-223 કિં.રૂ.35550/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક સંજય શંકરલાલ ભોઈ (રહે,આરએસબી નજીક બીછીવાડા-રાજ) અને 1)સપના અજય કામલેકર,2)પુજા કુલદીપ નૈતલેકર અને 3)આશા જયંતી ગાસી (ત્રણે,રહે. માંગેલાલનીચાલી,કુબેરનગર-અમદાવાદ)ને ઝડપી પાડી ચારેને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ,ચાર મોબાઇલ અને કાર મળી રૂ.3.46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં બીછીવાડાના ઠેકા પરથી વિદેશી દારૂ ભરી આપનાર બંટી નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા