27 C
Gujarat
Tuesday, September 15, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ધનસુરા પોલીસે ઈ-પોકેટ કોપની મદદથી શિકા ત્રણ રસ્તા નજીક રાજસ્થાની...

અરવલ્લી : ધનસુરા પોલીસે ઈ-પોકેટ કોપની મદદથી શિકા ત્રણ રસ્તા નજીક રાજસ્થાની લિસ્ટેડ બુટલેગરને ઝડપી લીધો

0

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી અનેક વોન્ટેડ આરોપીઓને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ધનસુરા પોલીસે શિકા ત્રણ રસ્તા પર બિંદાસ્ત ટહેલતા લિસ્ટેડ રાજસ્થાની બુટલેગર મહેશ મીણાને ઈ-પોકેટ કોપની મદદથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો બુટલેગર મહેશ મીણા ઈસરી અને ધનસુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર હતો

 

 

ધનસુરા પીએસઆઇ બી.બી.ડાભાણિ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી શિકા ત્રણ રસ્તા નજીક પહોંચતા પોલીસ જોઈ લિસ્ટેડ બુટલેગર ગભરાઈ જતા પોલીસને બુટલેગરની હરકતથી શક પડતા તેને અટકાવી પૂછપરછ કરતા મહેશ રમેશચંદ્ર મીણા હોવાનું જણાવતા ઈ-પોકેટ કોપમાં નામ સર્ચ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી મહેશ મીણા સામે ઈસરી અને ધનસુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ હોવાની માહિતી મળતાં ધનસુરા પોલીસે બુટલેગર મહેશ રમેશચંદ્ર મીણા (રહે,ધાનિયાલા,ખેરવાડા-રાજ) ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!