ગોધરા
પંચમહાલ જીલ્લાના આવેલા વિવિધ તાલુકાઓના સરકારી સસ્તા અનાજના દુકાનદારો ની પીબીએમ હેઠળ અટકાયત કરીને પાસા કરીને વિવિધ શહેરની જામનગર,રાજકોટ, ભુજ, પાલનપુર ની જીલ્લા મધ્યસ્થ જેલો ખાતે મોકલી આપવામા આવ્યા છે. પાસાની કાર્યવાહીથી પંચમહાલ જીલ્લાના સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતી આચરનારા સંચાલકોમા ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા દ્વારા સસ્તા અનાજની દુકાનો પર તપાસ કરીને ગેરરીતી આચરનારા કેટલાક સંચાલકો સામે કાર્યવાહીની કામગીરીને પંચમહાલ જીલ્લાની જનતા બિરદાવી રહી છે. આ તપાસમાં કેટલાક સસ્તા અનાજની દુકાનો પર તપાસ કરતા ગંભીર બેદરકારી બહાર આવી હતી. જેમા ચાર જેટલા સંચાલકો સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરી વિવિધ શહેરોની મધ્યસ્થ જેલમા મોકલી આપવામા આવ્યા છે. જીલ્લા એલસીબી દ્વારા આ મામલે સંચાલકોની અટકાયત કરવામા આવી હતી. જેમા પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ખરોલી તા શહેરા ના સંચાલક નટવરભાઈ ભારતભાઈ પટેલીયાની અટકાયત કરીને ભુજ જેલ ખાતે મોકલી આપવામા આવ્યા છે.
પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ખરેડીયા તા શહેરા ના સંચાલક રાયસિંગ ભાઈ લક્ષ્મણભાઈ નાયકાની અટકાયત કરીને જામનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપવામા આવ્યા છે. ધી સાલીયા અર્થક્ષમ સહકારી સહકારી મંડળી બોડીદ્રા તા ગોધરા ના સંચાલક અખમસિંહ સામંતસિહ પટેલ બોડીદ્રા બુજર્ગને પાલનપુર જેલ ખાતે મોકલી આપવામા આવ્યા છે.તેમજ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર મોરડુંગરા તા ગોધરા ના સંચાલક મુકેશભાઈ અર્જુનભાઈ પટેલને જીલ્લા રાજકોટ જેલ ખાતે મોકલી આપવામા આવ્યા છે.
પંચમહાલ જીલ્લાની જાગૃત જનતા પણ જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાની કામગીરીની ખોબલે ખોબલે વધાવી રહી છે. હજી પણ સસ્તા અનાજની દુકાનો પર તપાસ કરીને લોકોના પેટનો કોળિયો ઝુટંવી લેનારાઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરાઈ રહી છે.